Western Times News

Gujarati News

આઈ-ખેડૂત પોર્ટલ વિવિધ જિલ્લા માટે તબક્કાવાર સાત દિવસ માટે અરજીઓ મેળવવા ખુલ્લું રખાશે

Ø  રાજકોટમોરબીજામનગરદેવભૂમિ દ્વારકાસુરેન્દ્રનગરકચ્છસુરતતાપીનવસારીવલસાડ અને ડાંગ જિલ્લા માટે તા. ૨૧ થી ૨૭ સપ્ટેમ્બર૨૦૨૪ સુધી

Ø  અમદાવાદખેડાઆણંદગાંધીનગરજૂનાગઢગીર સોમનાથઅમરેલીપોરબંદરભાવનગર અને બોટાદ જિલ્લા માટે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર૨૦૨૪ સુધી

Ø  મહેસાણાપાટણબનાસકાંઠાસાબરકાંઠાઅરવલ્લીવડોદરાછોટાઉદેપુરપંચમહાલમહીસાગરદાહોદભરૂચ અને નર્મદાના ખેડૂતો માટે તા. ૨૪ થી ૩૦ સપ્ટેમ્બર૨૦૨૪ સુધી

ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઇ જવા માટે રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા જિલ્લાવાર સાત દિવસ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશેતેમ ખેતી નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસારખેડૂતો માટેની ખેત ઓજારએગ્રો સર્વિસ પ્રોવાઈડરપાક મૂલ્યવૃદ્ધિફાર્મ મશીનરી બેંકમિલેટ પ્રોસેસિંગ યુનિટતાડપત્રીપાક સંરક્ષણ સાધનોપાવર સંચાલીત પંપ સેટ્સસોલાર પાવર યુનિટવોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે.

જે અંતર્ગત રાજકોટમોરબીજામનગરદેવભૂમિ દ્વારકાસુરેન્દ્રનગરકચ્છસુરતતાપીનવસારીવલસાડ અને ડાંગ જિલ્લાને મળી કુલ ૧૧ જિલ્લાના ખેડૂત મિત્રો વિવિધ યોજનાનો લાભ મેળવવા માટે આગામી તા. ૨૧ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

તેવી જ રીતેઅમદાવાદખેડાઆણંદગાંધીનગરજૂનાગઢગીર સોમનાથઅમરેલીપોરબંદરભાવનગર અને બોટાદ જિલ્લાને મળી કુલ ૧૦ જિલ્લાના ખેડૂતો માટે આગામી તા. ૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. આ ઉપરાંત મહેસાણા, પાટણ, બનાસકાંઠાસાબરકાંઠ અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલમહીસાગરદાહોદભરૂચ અને નર્મદા જિલ્લાને મળી કુલ ૧૨ જિલ્લાના ખેડૂતો આગામી તા. ૨૪ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા રાજ્યના સૌ ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.