ઇંગ્લેન્ડે ઇ-વિઝા ઝુંબેશનો પ્રારંભ કર્યાે ભારતીયો સહિતનાને લાભ લેવા અપીલ
લંડન, ઇંગ્લેન્ડે દેશભરમાં ઇ-વિઝા માટેની ઝુંબેશ શરૂ કરી છે. બુધવારે લોન્ચ કરાયેલી પહેલમાં ફિઝિકલ ઇમિગ્રેશન ડોક્યુમેન્ટનો વાપરતા ભારતીયો સહિતના તમામ ઇમિગ્રન્ટ્સને ઇ-વિઝાનો ઉપયોગ શરૂ કરવા તાકીદે પગલાં લેવા જણાવ્યું છે.
ઇંગ્લેન્ડની સરહદ અને ઇમિગ્રેશન સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટાઇઝ કરવાની યોજનાના ભાગરૂપે ફિઝિકલ બાયોમેટ્રિક રસિડેન્સ પરમિટ (બીઆરપી)નો ઉપયોગ કરતા, પાસપોર્ટ પર વિઝા વિગ્નેટ સ્ટિકર કે ઇન્ક સ્ટેમ્પ હોય તેવા અથવા ઇમિગ્રેશન અધિકારના પુરાવા તરીકે બાયોમેટ્રિક રેસિડેન્ટ કાર્ડ (બીઆરસી)નો ઉપયોગ કરતા લોકોને આગામી વર્ષ સુધી સંપૂર્ણપણે ઓનલાઇન સિસ્ટમ પર સ્વિચ કરવા જણાવાયું છે.
મોટા ભાગના બીઆરપી ચાલુ વર્ષના આખરી ભાગમાં એક્સ્પાયર થઈ રહ્યા છે અને તેનું આપમેળે તબક્કાવાર ધોરણે યુકે વિઝા એન્ડ ઇમિગ્રેશન (યુકેવીઆઇ) ઓનલાઇન એકાઉન્ટમાં ટ્રાન્ઝિશન કરાશે.
ઇંગ્લેન્ડની હોમ ઓફિસમાં મૂળ ભારતીય માઇગ્રેશન અને સિટિઝનશિપ મંત્રી સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “ફિઝિકલ ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ ધરાવતા દરેકને ઇ-વિઝામાં સ્વિચ કરવા માટે અત્યારે જ કાર્યવાહી માટે વિનંતી કરવામાં આવે છે. હું બધાંને ખાતરી આપવા માંગું છું કે આ મુદ્દે મફત સલાહ અને સહાય ઉપલબ્ધ છે.”
ઇ-વિઝામાં ટ્રાન્ઝિશન પ્રક્રિયા ચાલુ હશે ત્યારે ફિઝિકલ ડોક્યુમેન્ટ પણ સ્વીકારવામાં આવશે. સરકાર દેશભરમાં ઇ-વિઝા અંગે પ્રશ્નો ધરાવતા લોકોને મદદ કરવા ૪૦ લાખ પાઉન્ડની નાણાકીય સહાય આપવાની યોજના ધરાવે છે.
ઉપરાંત, ઇ-વિઝામાં રૂપાંતર માટે દેશભરમાં એડ્. કેમ્પેન ચલાવવામાં આવશે. ફિઝિકલ ઇમિગ્રેશનને બદલે ઇ-વિઝામાં રૂપાંતર બ્રિટિશ સરકારની સરહદો અને ઇમિગ્રેશન સિસ્ટમને ડિજિટાઇઝ કરવાની પ્રક્રિયાનો મહત્વનો ભાગ છે. ૨૦૨૫ સુધીમાં મોટા ભાગના નવા ગ્રાહકો અને બ્રિટનમાં રહેતા વિઝાધારકોના ફિઝિકલ ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સનું સ્થાન ઇમિગ્રેશન સ્ટેટસના ડિજિટલ પુરાવા લેશે.
ઇ-વિઝાનો લાભ એ છે કે, વ્યક્તિને બીઆરપીની જેમ ડોક્યુમેન્ટ્સ લેવા જે તે સ્થળે જવું નહીં પડે અથવા ડોક્યુમેન્ટ્સ મળવાની રાહ જોવી નહીં પડે. જેથી તેમની રિન્યૂઅલ ફી બચશે.SS1MS