જખૌ દરિયા કિનારેથી કરોડો રૂપિયાનો માદક પદાર્થ મળ્યો
(એજન્સી)ભૂજ, સરહદી જિલ્લા કચ્છના જખૌ નજીકના દૂરના ટાપુ પરથી શંકાસ્પદ એવા માદક દ્રવ્યોના ૧૦ પેકેટ મળી આવતા ફરી ખળભળાટ મચી ગયો છે મળી આવેલા સંદિગ્ધ માદક દ્રવ્યોના પેકેટનું વજન લગભગ ૧૨.૪૦ કિલો હોવાનું બહાર આવ્યું છે. કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાઓ પરથી બિનવારસી માદક દ્રવ્યો ઝડપાતા સર્વિસ એજન્સીઓ વધુ સક્રિય બની છે.
જૂન ૨૦૨૪ થી, જખૌ કિનારે અલગ-અલગ ટાપુઓમાં મ્જીહ્લના વિવિધ સર્ચ ઓપરેશનના પરિણામે શંકાસ્પદ માદક દ્રવ્યોના કુલ ૨૭૨ પેકેટો મળી આવ્યા હતા. દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓને કરોડોની કિંમતના બિનવારસી કેફી પદાર્થોના સેંકડો પડીકાઓ મળી આવ્યા બાદ વ્યાપક બનાવાયેલાં સર્ચ ઓપરેશન દરમ્યાન જખૌની મરિન પોલીસને ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા
પાસેના સિંઘોડી અને સૈયદ સુલેમાન પીર નજીકના સમુદ્રકાંઠેથી નવ જેટલા બિનવારસી ચરસના પડીકાં મળી આવતાં સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે અને આ પ્રકારના સેંકડો ડ્રગ્સ હજુ આ સંવેદનશીલ વિસ્તારમાં હોવાની શંકાના આધારે સમગ્ર વિસ્તારને કોમ્બિંગ કરી સ્થાનિક પોલીસ તેમજ સૈન્યના ઉચ્ચ અધિકારીઓએ સર્ચ અભિયાન વધુ તેજ બનાવી દીધું છે. છેલ્લા પાંચેક મહિનામાં તો કચ્છના અલગ-અલગ દરિયાઈ વિસ્તારમાથી મોટા પાયે માદક દ્રવ્યોના જથ્થા ઝડપાઇ ચૂક્યા છે.