Western Times News

Gujarati News

સચિવાલયથી તાલુકાની કચેરીમાંથી ઈ-વેસ્ટનો નિકાલ કરાશે

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, રાજય સરકાર દ્વારા સ્વચ્છતા અભીયાન-ર૦ર૪ શરૂ કરાયું છે. ત્યારે સચીવાલયના વિવિધ વિભાગોથી લઈને જીલ્લા એન તાલુકા કક્ષાની કચેરીઓને પણ તુમાર નિકાલ ઝુંબેશ અને ઈ-વેસ્ટનો નિકાલ કરવા સૂચના અપાઈ છે.

સચીવાલયના વિભાગો, ગાંધીનગર ખાતે વડી અને ક્ષત્રીય કચેરીઓમાં મોટાપાયે પડતર તુમાર હોય છે. તેનો આ ઝુંબેશમાં નિકાલ કરવામાં આવશે. આ માટે સચીવાલય, ગાંધીનગરમાં ખાતાના વડાની કચેરીઓ અને જીલ્લા તાલુકા કક્ષાની કચેરી માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારાશ સમીતીની રચના પણ કરાઈ છે.

જે કચેરીઓની સાર કામગીરી હશે તેમને રપ ડીસેમ્બર-ર૦ર૪એ સુશાસન દિવસે પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે. સ્વચ્છતા અભીયાનના અસરકારક અમલીકરણ માટે દરેક વિભાગમાંથી એક અધિકારીની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરાશે. જેમને કચેરીના રેકોર્ડ વર્ગીકરણની માહિતી કચેરીના તુમાર નિકાલ ઝુંબેશની માહિતી આપવાની રહેશે.

જુની ગાડીઓ રદબાતાલ કરવાની બીન વપરાશી સામાન દુર કરી કચેરીને સુંદર બનાવાવની કામગીરી તેમજ નિકાલ કરાયેલી ફાઈલો, બિનવપરાશી સામાન દુર થવાથી થયેલી ખાલી જગ્યા અને તેના નિકાલના કારણે ઉપજેલી રકમ સરકારી કચેરીમાં જમા કરાવાની રહેશે. તેમાં નિકાલ કરેલા ઈ-વેસ્ટની માહિતી આપવા પણ ખાસ તાકીદ કરાઈ છે.

નોડલ અધિકારીએ ૩૧ ઓકટોબર સુધી સુધારાત્મક કામગીરીની માહિતી કચેરીને મોકલી આપવા જીએડી દ્વારા જણાવાયું છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સચીવાલયના વિભાગો અને ગાંધીનગરની કચેરીઓ માટે બેસ્ટ, ઈમજીગ અને એસ્પીરીગ કેટેગરી માટે પણ ચાર જેટલી સમીતી બનાવાઈ છે.

જે ૧૦ ઓકટોબર સુધી કચેરીના સ્વચ્છતા અંગેના અહેવાલ જોઈ કચેરીના સ્વચ્છતા અંગેના અહેવાલ જોઈએ તુમાર નિકાલ માટે ર૦ ટકા કચેરીના રેકર્ડના વર્ગીકરણ માટે ૩૦ ટકા અને કચેરીના ભંગાર, ઈવેસ્ટ તેમજ બિનવપરાશી વસ્તુઓના નિકાલ તેમજ સ્વચ્છતા વગેરેની આધારે પ૦ ટકા જેટલા ગુણ આપશે. સરકારે કચેરીના મુલાકાતીઓ અને ત્યાં કામ કરતા કર્મી-અધિકારીઓને સ્વચ્છ વાતાવરણ મળી રહે તેમજ જગ્યાનો વધુ યોગ્ય ઉપયોગ થઈ શકે તે માટે સ્વચ્છતા અભીયાન શરૂ કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.