Western Times News

Gujarati News

રિતિક અને સુઝેન વચ્ચે હજુ ખુબ સારા સંબંધો રહેલા છે

મુંબઇ, રિતિક રોશન અને સુઝેન વચ્ચે સંબંધો તુટી ગયા છે છતાં તેમની વચ્ચેના સંબંધોનો અંત આવ્યો નથી. તેમની વચ્ચેની મિત્રતા આજે પણ અકબંધ રહી છે. મિત્રતા કઇ રીતે આગળ વધી શકે છે તેની ખાતરી વારંવાર મળતી રહી છે. ન્યુ યરમાં પણ રિતિક રોશન અને સુઝેન સાથે દેખાયા છે. નવા વર્ષના પ્રસંગે માત્ર રિતિક રોશન અને સુઝેન જ નહી બલ્કે તેમના બંનેના પરિવારના બાળકો પણ એક સાથે એક જગ્યાએ ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા.

જે દરમિયાન તમામ લોકો એક રેસ્ટોરન્ટમાં સાથે ડીનરની મજા માણતા દેખાયા હતા.હવે તેમના ફોટા પણ જારી કરવામાં આવ્યા છે. જેમાં પરિવારના તમામ સભ્યો નજરે પડી રહ્યા છે. ઇન્ટરનેટ પર સપાટી પર આવેલા ફોટોમાં તમામ હાથમાં ગ્લાસની સાથે દેખાઇ રહ્યા છે. સાથે સાથે ચિયર્સનો પોઝ આપી રહ્યા છે. એમ માનવામા આવે છે કે આ ફોટો ફ્રાન્સમાં કોઇ રેસ્ટોરન્ટનો છે. જા કે વિગત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. રિતિક રોશન હાલમાં બોલિવુડમાં સૌથી સફળ સ્ટાર તરીકે છે. તેની છેલ્લે વોર ફિલ્મ આવી હતી. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.

આ ફિલ્મ વર્ષ ૨૦૧૯ની સૌથી મોટી ફિલ્મ બની હતી. જેમાં ટાઇગર શ્રોફ અને વાણી કપુરની પણ ભૂમિકા હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તમામને પસંદ પડી હતી. ફિલ્મ સુપરહિટ થયા બાદ રિતિક રોશનની બોલબાલા ચારેબાજુ દેખાઇ રહી છે. તેની પાસે હાલમાં અનેક મોટી ફિલ્મ હાથમાં છે. સુઝેન અને રિતિક વચ્ચે લગ્ન સંબંધ તુટી ગયા બાદ તેમની મિત્રતા આજે પણ અકબંધ રહી છે. જો કે તેમના સંબંધ ફરી સામાન્ય બને તેવા પ્રયાસ પણ થઇ રહ્યા છે. બાળકોને બંને પ્રાથમિકતા આપી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.