આતંકી પન્નુએ કેસ કરતાં ભારત સરકાર, દોવાલને યુએસ કોર્ટનું સમન્સ
ન્યૂયોર્ક, અમેરિકામાં બેસીને ભારતને ધમકીઓ આપતાં અને હિન્દુઓ વિરુદ્ધ ઝેર ઓકતા ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ પોતાની હત્યાના કાવતરાં બદલ ભારત સરકાર અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ સામે ન્યૂયોર્કની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યાે છે. જેને પગલે અમેરિકન અદાલતે ભારત સરકાર અને દોવાલ સામે સમન્સ જારી કર્યા છે.
જોકે ભારત સરકારે પન્નુ દ્વારા દાખલ કરાયેલા આ કેસને તદ્દન બિનજરૂરી અને તથ્યવગરનો ગણાવ્યો છે. કોર્ટે આ સમન્સનો જવાબ ૨૧ દિવસમાં આપવા આદેશ કર્યાે છે.
૧૭મી સપ્ટેમ્બરે દાખલ કરાયેલા આ કેસમાં પન્નુએ તેની હત્યા માટે મોદી સરકારે ગુપ્તાને કામગીરી સોંપી હોવાનો આક્ષેપ કર્યાે છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, અમે અગાઉ પણ કહ્યું હતું કે આ તદ્દન પાયાવિહોણા આરોપો છે. આ કેસ દાખલ થવાથી તે અંગેના અમારા મંતવ્યમાં કોઈ બદલાવ આવ્યો નથી.
શિખ ફોર જસ્ટિસ નામની ખાલિસ્તાની આતંકી સંગઠનના સર્વેસર્વા પન્નુ દ્વારા ભારત સરકાર, દોવાલ ઉપરાંત નિખિલ ગુપ્તા નામના શખ્સ વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. ગત નવેમ્બર મહિનામાં પન્નુની હત્યાના ષડયંત્ર બદલ અમેરિકાની સંઘીય અદાલતે નિખિલ ગુપ્તા સામે આરોપો ઘડ્યાં હતાં. ગુપ્તાને ત્યારબાદ ચેક રિપબ્લિકથી અમેરિકા લવાઈ સંઘીય અદાલતમાં હાજર કરાયો હતો.
જ્યાં તેણે આ મામલે પોતે નિર્દાેષ હોવાનું કહ્યું હતું. પન્નુએ દાખલ કરેલાં કેસમાં દોવાલ ઉપરાંત ‘રો’ના કેટલાંક અધિકારીઓનો પણ ઉલ્લેખ કરાયો છે.SS1MS