Western Times News

Gujarati News

રાંદેર ઝોનમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

રાંદેર ઝોનના CRC કક્ષાના વિજ્ઞાનમેળાનું આયોજન મુખ્ય કન્વીનરશ્રી ડોનિકા ટેલરના માર્ગદર્શન હેઠળ શાળા નં- 159, ભાણકી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું. સદર પ્રદર્શનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરત મહાનગર પાલિકાના  સ્થાનિક કોર્પોરેટરશ્રી કૃણાલભાઈ સેલર, યુ. આર. સી. કો-ઓર્ડી. શ્રી રમેશભાઈ પટેલ, SMC સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રાંદેર પોલીસ સ્ટેશનના P.I શ્રી આર. જે. ચૌધરી સાહેબ પ્રદર્શન નિહાળી બાળવૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.  ઉપરોક્ત તમામ મહાનુભાવોએ આયોજકોને સુંદર આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી.

આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સી.આર.સી. ૧(રામનગર), ૩(મોરાભાગળ) અને ૪(વરિયાવ)માં સમાવિષ્ટ જુદી જુદી 24 જેટલી શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શનના મુખ્ય વિષય : ટકાઉ જીવન માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ઉપર 5 પેટા વિભાગોમાં કુલ 50 જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી હતી.

તમામ સ્પર્ધાઓમાં કુલ 94 બાળ વૈજ્ઞાનિકો અને 47 જેટલા માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો.ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકો અને શાળાઓને આયોજક સી.આર. સી. કો-ઓર્ડિનેટર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા, ઉપાધ્યક્ષ શ્રીમતી રંજનાબેન ગોસ્વામી તથા સદસ્ય શ્રી કુ.  સ્વાતિબેન સોસા દ્વારા ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

સદર પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિભાગવાર કૃતિઓમાંથી શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી માટે પીપરડીવાલા ઈંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ – રાંદેરના શ્રી આશિષભાઈ જરીવાલા, એમ. એમ. પી. હાઈસ્કૂલ – રાંદેરના શ્રીકેતનભાઈ પટેલ તેમજ શ્રી  મદ્રેસા એ મીરજા હાઇસ્કૂલના શ્રી મહેશભાઇ શાહ એ નિર્ણાયક તરીકે બખૂબી પોતાની જવાબદારી નિભાવી હતી.

સૌ નિર્ણાયક મિત્રોને સ્મૃતિભેટ અને પ્રમાણપત્ર આપી આયોજકો દ્વારા એમનો ઋણ સ્વીકાર કરી સન્માનીત  કરવામાં આવ્યા. આનુસંગીક વ્યવસ્થા સી. આર. સી. શ્રી અમિતકુમાર ટેલરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. શ્રી નીનાબેન દેસાઈ દ્વારા સમારોહમાં ઉદઘોષક તરીકે પોતાનું યોગદાન આપવામાં આવ્યું. 500 થી વધુ  વિદ્યાર્થીઓએ સદર પ્રદર્શનની મુલાકાત લઈ બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ કૃતિઓ નિહાળી હતી અને સૌને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

સી. આર. સી. શ્રી વિનોદભાઈ પ્રિયદર્શી દ્વારા શાળા ક્રમાંક 159 ના આચાર્યશ્રીઅને એમના સમગ્ર શાળા પરિવારે જે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો તેનો સહર્ષ ઋણ સ્વીકાર કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સૌના આભાર સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.