પાકિસ્તાને કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સની પોલ ખોલી દીધી છેઃ પીએમ મોદી
કટરા, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનો એક તબક્કો પૂરો થયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના કલમ ૩૭૦ અંગેના નિવેદનને પગલે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધન તેમજ પાકિસ્તાનનો એજન્ડા સમાન છે.
કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ મામલે ભલે જમ્મુ-કાશ્મીરમાં ભલે ન હોય, પરંતુ પડોશી દેશ પાકિસ્તાનમાં ખૂબ ઉત્સાહ છે. તેના જવામાં વડાપ્રધાને કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર પાકિસ્તાનનો એજન્ડા અપનાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યાે હતો કે, પાકિસ્તાનનો એજન્ડા માત્ર હિંસા અને અરાજકતાને પ્રોત્સાહન આપવાનો છે.
જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, “પૃથ્વી પરની કોઇ તાકાત કલમ ૩૭૦ને પાછી નહીં લાવી શકે.” વડાપ્રધાન મોદીએ માતા વૈષ્ણોદેવીની યાત્રાના બેઝ કેમ્પ કટરા ખાતેની વિશાળ જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, “તમારે સતર્ક અને સાવચેત રહેવું જોઇએ.
કોંગ્રેસને આપેલો દરેક મત નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના ચૂંટણી ઢંઢેરાની તરફેણમાં જશે. તેઓ કલમ ૩૭૦ પાછી લાવશે અને ફરી હિંસા, રક્તપાતનો સમય શરૂ થશે. મોદીએ કહ્યું હતું કે, “આમ તો નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધન અંગે ખાસ ઉત્સાહ નથી, પણ પાડોશી દેશ બહુ ખુશ છે.
ઉનકી (નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ) બલ્લે બલ્લે પાકિસ્તાન મેં હો રહી હૈ.” મોદીએ જણાવ્યું હતું કે, “પાકિસ્તાન ખુલ્લેઆમ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને ટેકો આપી રહ્યું છે. ગઠબંધનના બંને પક્ષ વિશે અહીં કોઇ વાત કરતું નથી, પણ પાકિસ્તાનમાં તેમની ચર્ચા છે.
પાડોશી દેશ તેમના ચૂંટણી ઢંઢેરાથી ખુશ છે. જોકે, અમે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાનો અમલ નહીં થવા દઇએ.” પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે, “મારો દેશ (પાકિસ્તાન), નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જા અંગે સમાન મત ધરાવે છે.”SS1MS