Western Times News

Gujarati News

નવરાત્રીમાં આયોજકોને આ વખતે કડક નિયમોનું પાલન કરવું પડશે

પ્રતિકાત્મક

આરોગ્યથી માંડીને સુરક્ષાની તમામ વ્યવસ્થા કરાશે-ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ અને ડોકટર સ્થળ પર હાજર રહેશે અને ખાણી પીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેકટરની મંજૂરી 

(એજન્સી)અમદાવાદ, આગામી ૩ ઓક્ટોમ્બરથી નવરાત્રી શરુ થવા જઈ રહી છે તે પહેલા હવે નવરાત્રીને લઈને સરકારે નિયમો જાહેર કર્યા છે. સરકાર આ વખતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ એક્શનમાં છે આથી આવનાર નવરાત્રીને લઈને નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. નવરાત્રીમાં ગરબા રમવા લોકો મોટા ગ્રાઉન્ડમાં ભેગા થશે.

જોકે આ વખતે સરકારી તંત્ર કોઈ જ જોખમ લેવા નથી માગતું એટલે જ લોકમેળાના વિવાદ બાદ આ વખતે નવરાત્રીના પણ નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે. જેમાં ખાનગી ગરબા આયોજકો માટે અલગ અલગ નિયમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગરબાના આયોજકોએ આ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. ટીઆરપી ગેમઝોન કાંડ પછી તંત્ર એક્શનમાં છે. ત્યારે નવરાત્રીના આયોજકો કડક નિયમો બનાવ્યા છે.

જેમાં નાગરિકોની સુરક્ષા માટે ઈન્સ્યોરન્સ પોલીસી જોઈશે સાથે ઝ્રઝ્ર્‌ફ ફરજિયાત રાખવા પડશે. સિક્યુરિટી સાથે કોન્ટ્રાક્ટ પણ રજૂ કરવાનો રહેશે અને ફાયર સુવિધા, ઈલેક્ટ્રીક સાધનોના અધિકૃત વિગતો આપવાની રહેશે.

ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ અને ડોકટર સ્થળ પર હાજર રહેશે અને ખાણી પીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેકટરની મંજૂરી આ તરફ નવરાત્રીની એસઓપી મામલે ઋષિકેશ પટેલે કહ્યું છે કે આ વખતે ગુજરાતના સૌથી મહત્વના તહેવારને લઈને સરકારી તંત્ર સજ્જ છે. તેમણે કહ્યું કે આરોગ્યથી માંડીને સુરક્ષાની તમામ પ્રકારની વ્યવવસ્થા ગોઠવવામાં આવશે.

નવરાત્રી પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેને લઈને પોલીસ તંત્ર દ્વારા પણ આગોતરી આયોજન કરવામાં આવી રહ્યા છે. નવરાત્રીને યુવતીની છેડતી કરનારાઓને ઝડપી લેવા મહિલા ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.