અમદાવાદમાં ૧૯.૪૫ કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ એસઓજીએ ૧૯.૪૫ કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રના બે સપ્લાયરની ધરપકડ કરી છે,સરદારનગરથી આ બન્ને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે,આસારામ આશ્રમની બહારથી બાતમીના આધારે આ ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે.નિરંજન અને બેબીબેન અભંગેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથધરી છે,આ સમગ્ર ઘટનામાં એક આરોપી ફરાર છે.
ગાંજો અને ડ્રગ્સને લઈ અમદાવાદ પોલીસ વધુ સતર્ક બની રહી છે અને આરોપીને ઝડપી જેલ હવાલે કરી રહી છે,મહારાષ્ટ્રના બે લોકોની ગાંજા સાથેની ધરપકડમાં એક આરોપી ફરાર છે,ગાંજો કયાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તેને લઈ પોલીસે આરોપીની પૂછપરછ હાથધરી છે.
અમદાવાદ શહેરમાં અગાઉ પણ અલગ-અલગ જગ્યાએથી ગાંજો ઝડપાયો છે,ત્યારે પોલીસ તપાસમાં શું વધુ ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું. ગુજરાતમાં કંઈ પણ રીતે એમડી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ ડ્રગ્સ ઘુસે તે પહેલા જ પોલીસ આરોપીઓને ઝડપી લેતી હોય છે,આવી જ એક ઘટના આજે બની છે.
જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓ ભંગાર ભરેલી ગાડીમાં ડ્રગ્સ સપ્યાલ કરતા હતા,આ ડ્રગ્સ જયપુર-રતલામ રૂટ પરથી અમદાવાદ ઘુસાડવામાં આવ્યું હતુ,પરંતુ ડ્રગ્સ કોઈના સુધી પહોંચે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.