Western Times News

Gujarati News

જુહુ બીચ પર સફાઇ અભિયાન દરમિયાન શિંદેએ ચલાવ્યું ટ્રેક્ટર

(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મુંબઈના જુહુ બીચ પર વિશાળ બીચ ક્લીન-અપ ડ્રાઈવ દરમિયાન ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણન અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર હતા. જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે ટ્રેક્ટર ચલાવતા જોવા મળી રહ્યા છે.

સીએમ શિંદેએ કહ્યું કે, ‘મહારાષ્ટ્ર પાસે ૭૨૦ કિમીનો દરિયાકાંઠાનો વિસ્તાર છે અને આપણે તેને સ્વચ્છ રાખવાનો છે. અમે સ્વચ્છતા સેવા દ્વારા આની શરૂઆત કરી છે. સ્વચ્છ ભારત અભિયાનનો ઉલ્લેખ થતાં જ વડાપ્રધાનનું નામ મનમાં આવે છે. હું તેમને યાદ કરું છું અને તેમની પ્રેરણાથી આ અભિયાનને સમગ્ર દેશમાં આગળ ધપાવ્યું, આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવું જોઈએ, અમે તેના પર પ્રતિબંધ મૂક્યો છે અને ‘એક પેડ મા કે નામ’ અભિયાન દ્વારા પણ અમે આગળ વધી રહ્યા છીએ. મોટા પાયે વૃક્ષો વાવવા પડશે.

સીએમ શિંદેએ તાજેતરમાં કહ્યું હતું કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં યોજાશે. સીએમ શિંદેએ એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. મુખ્યમંત્રી શિંદેએ શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડેના ચાંદીવલી મતવિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટી કાર્યકર્તાઓને આ સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે, નવેમ્બરમાં બે મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે, તેથી અમારે દિલીપ લાંડેની સાથે મજબૂત રીતે ઊભા રહેવું પડશે. પ્રચંડ બહુમતીથી જીતવા માટે આપણે તેને સમર્થન આપવું જોઈએ.

સીએમ શિંદેએ કહ્યું હતું કે, “તેઓ શિવસેના અને મહાયુતિ ગઠબંધનની જીત માટે સખત મહેનત કરશે. આ પહેલીવાર છે જ્યારે મહાયુતિ ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા સીએમ એકનાથ શિંદેએ વિધાનસભા ચૂંટણીની સંભવિત તારીખ પર વાત કરી છે. અગાઉ, એનસીપી (એસપી)ના વડા શરદ પવારે કહ્યું હતું કે, વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ ૨૬ સપ્ટેમ્બર છે, પરંતુ વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા નવેમ્બરના બીજા સપ્તાહ સુધીમાં સમાપ્ત થઈ શકે છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ તાજેતરમાં પાર્ટીના સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને રાજ્ય સરકારની વિકાસ યોજનાઓને લોકો સુધી લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો. આ દરમિયાન, અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીચૂંટણી પહેલા લાડલી બ્રાહ્મણ સહિતની અન્ય યોજનાઓ સાથે રાજ્યમાં પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહી છે. મહારાષ્ટ્રમાં વર્તમાન સરકારમાં ત્રણ પક્ષો છે, જે ભાજપ, શિવસેના અને દ્ગઝ્રઁ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.