આગામી ૪ વર્ષમાં પાકિસ્તાને ધીરાણ કરનારાઓને 100 બિલિયન ડોલર્સ ચૂકવવાના છે
ભયંકર નાણાંકીય કટોકટીમાં ફસાઈ ગયું પાકિસ્તાન
(એજન્સી)ઈસ્લામાબાદ, અત્યારે જ અસામાન્ય નાણાંકીય તંગી (વિદેશ મુદ્રાની ભયંકર અછત) ભોગવી રહેલાં પાકિસ્તાનને આગામી ચાર વર્ષમાં ૧૦૦ બિલિયન ડોલર્સ ચૂકવવાના છે. જે તેનાં વર્તમાન ફોરેન એક્સચેન્જ રીઝર્વસ કરતાં અનેક ગણા વધુ છે. Pakistan financial crisis
ડેપ્યુટી ફાયનાન્સ મિનિસ્ટર અવિ પરવેઝ મલિકે (ગુરૂવારે) સાંજે જણાવ્યું હતું કે આગામી ૪ વર્ષમાં પાકિસ્તાને ધીરાણ કરનારાઓને ૧૦૦ બિલિયન ડોલર્સ ચૂકવવાના છે. અત્યારે પાકિસ્તાન પાસે માત્ર ૯.૪ બિલિયન ડોલર્સ જેટલું જ ફોરેન એક્સચેન્જ છે તેનાં કરતાં ૧૦ ગણાથી વધુ દેવું છે. તેમ પાકિસ્તાનનાં વર્તમાન પત્ર એક્સપ્રેસ ટ્રિબ્યુન જણાવે છે.
એવું જાણવા મળ્યું છે કે તેની સતત બગડી રહેલી નાણાંકીય સ્થિતિમાંથી રસ્તો કાઢવા, પાકિસ્તાન વિદેશી દેવાં માટે રોલ ઓવર્સ અને રીસ્ટ્રકચરિંગ તરફ વળી રહ્યું છે. (એટલે કે કેટલુંક માંડવાળ કરાવવું અને કેટલું દેવું ચૂકવવામાં ફરી સમય માગવો અને કટકે ચૂકવવું)પાકિસ્તાનના નાણાં મંત્રી મુહમ્મદ ઔરંગઝેબે કહ્યું હતું કે આઈ.એમ.એફ પાસેથી ૭ અબજ ડોલર (મેળવવાના) ના કરારો તો કર્યા છે, પરંતુ તેથી એ બાહ્ય નાણાંકીય જવાબદારીઓ પૂરી થઇ શકે તેમ નથી.
એક્સપ્રેસ ટ્રિબ્યુનલા રીપોર્ટ પ્રમાણે ૨૦૨૪થી ૨૦૨૬ વચ્ચે પાંચ બિલિયન ફાયનાન્શ્યલી ગેપ રહેશે. પત્રકારોને કરેલાં સંબોધન સમયે જ્યારે પત્રકારોએ તેઓને પૂછ્યું કે સરકાર ડેટ રીસ્ટ્રકચરિંગ વિચારી રહી છે કે કેમ ? ત્યારે અલિ પરવેઝ મલિકે કોઈ જવાબ આપ્યો નહીં.