Western Times News

Gujarati News

ગાંધીનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં  તિક્ષ્ણ હથિયાર સાથે બે મહિલા ઝડપાઈ

પ્રતિકાત્મક

થેલીમાંથી હથિયાર નીચે પડી જતા ભાંડો ફુટ્યો

ગાંધીનગર, ગાંધીનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં કોર્ટ રૂમની બહાર જ તિક્ષણ હથિયાર સાથે બે મહિલાઓ ઝડપાતા સનસનાટી મચી જવા પામી હતી. કોર્ટમાં એક જુના કેસની મુદત ભરવા આવેલી બે મહિલાઓ સામે પક્ષવાળા હુમલો કરશે તેવી શંકાને આધારે પુર્વ તૈયારીના ભાગરૂપે છરીઓ જેવા હથિયારો લઈને આવી હતી અને થેલીમાંથી એક છરી નીચે પડી જતાં ઝડપાઈ ગઈ હતી.

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે એક વ્યક્તિનું દોઢેક વર્ષ અગાઉ ખૂન થયું હતું જે ગુનાના ચાલી રહેલા કેસમાં ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે દેવીપૂજક સમાજની બે મહિલાઓ સહીત કુલ સાત ઈસમો મુદત ભરવા આવ્યા હતા જેમાં તેઓ સામે પક્ષવાળા તેમની ઉપર હુમલો કરશે તેવી શંકાને આધારે સામનો કરવાની તૈયારી માટે પોતાની સાથે ઘાતક હથિયારો લઈને આવ્યા હતા.

આ હથિયારો સાથે તેઓ છેક કોર્ટરૂમની બહાર સુધી પહોંચી ગયા હતા તેના પગલે પોલીસે આરોપીઓને કોર્ડન કરી લીધા હતા અને સેકટર-૭ની પોલીસ બોલાવી મુદત ભરવા આવેલી બંને મહિલાઓ સહિત સાતેક ઈસમોની અટકાયત કરી હતી. પુછપરછ દરમ્યાન આ મહિલાઓએ કહ્યું હતું કે સામા પક્ષવાળા તેમના પર હુમલો કરશે તેવી શંકા હતી એટલે સામનો કરવા તેઓ આ હથિયારો સાથે લઈને આવ્યા હતા.

આ વખતે પણ હુમલો કરવામાં આવશે તેવી શંકા રાખીને આરોપીઓ પુર્વ તૈયારીના ભાગરૂપે છરી ચપ્પા જેવા ઘાતક હથિયારો પોતાની સાથે રાખીને મુદત ભરવા પહોંચી ગયા હતા. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચાંદખેડાની લાભુબેન પરમાર અને બાગુબેન પરમારની અટકાયત કરી હતી.

આ અંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ જણાવ્યું હતું કે, ચાંદખેડા પોલીસ મથકની હદ વિસ્તારમાં વર્ષ ર૦રરમાં દેવીપૂજક સમાજના બે પરિવારો વચ્ચે ઝઘડો ચાલતો હતો એ વખતે એક આરોપીનું મર્ડર થયું હતું જે ગુનામાં મહિલા સહિત સાત આરોપીઓ મુદત ભરવા આવતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.