Western Times News

Gujarati News

BJPએ હરિયાણામાં ટિકિટ ન આપી તો અપક્ષ ઉતર્યા 79 વર્ષના રણજીતસિંહ

હરિયાણાની ચૂંટણીમાં ૭ ઉમેદવારો ૭પ વર્ષથી ઉપરના-૮૦ વર્ષના કોંગ્રેસી ઉમેદવાર રઘુવીર કાદિયાન સૌથી મોટી વયના

ચંદીગઢ, કહેવાય છે કે, રાજકારણી કયારેય રિટાયર નથી થતા. આ વાત હરિયાણા વિધાનસભાના એ સાત ઉમેદવારોને એકદમ લાગુ થાય છે. જે ૭પથી વધારે દિવાળી જોઈ ચૂકયા છે. આરામ કરવાની ઉંમરે એ બધા રાજકારણમાં સંપૂર્ણપણે સક્રિય છે. તેમનામાં કોઈ યુવા જેવું જોશ છે.

દિવસમાં કેટલીય જનસભાઓ અને મતદારો સાથે સીધો સંપર્ક કરીને હરીફો સામે મોટા પડકારો રજૂ કરી રહ્યા છે. કોગ્રેસના ઉમેદવાર રઘુવીર કાદિયાન આમાં સૌથી બુઝુર્ગ છે તો ભાજપા તરફ રામકુમાર ગૌતમ અને જ્ઞાનચંદ ગુપ્તા પણ ઢળતી ઉંમરે ચૂંટણીના મેદાનમાં છે. આવો એક નજર નાંખીએ હરિયાણાની ૧પમી વિધાનસભા ચૂંટણીમાં ભાગ્ય અજમાવી રહેલા આ રાજકારણી બુઝુર્ગો પર.

(૧) રઘુવીરસિંહ કકાદિયાન બેરી બેઠક પર
બેરી વિધાનસભા સીટ પર છ વાર ધારાસભ્ય કોંગ્રેસના રઘુવીરસિંહ કાદિયાન સાતમી વાર મેદાનમાં છે. ૮૦ વર્ષના કાદિયાન ૧૯૮૭માં પહેલીવાર ચૂંટાયા હતા. ૧૪ વિધાનસભામાં તેઓ સૌથી બુઝુર્ગક ધારાસભ્ય હતા. બેરી બેઠક પર ર૪ વર્ષથી તેમનો કબજો છે. કાદિયાન સ્પષ્ટ અને તીખા સ્ટેટમેન્ટ માટે જાણીતા છે. આ વખતે છેલ્લી વાર ચૂંટણી લડવાનું જણાવી મેદાનમાં ઉતર્યા છે.

(ર) ભાજપાએ ટિકિટ ના આપી તો અપક્ષ ઉતર્યા ૭૯ વર્ષના રણજીતસિંહ ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન દેવીલાલના ૭૯ વર્ષના પુત્ર રણજીતસિંહ બીજા નંબરના વયસ્ક નેતા છે. સૈની સરકારમાં વીજળી અને જેલ મંત્રી રહેલા રણજીતસિંહને ભાજપાએ ટિકિટ ના આપી તો રાનિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. રાજ્યસભા સાંસદ રહી ચૂકેલા રણજીતસિંહ ૧૯૮૭માં લોકદળમાંથી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા.

(૩) છેલ્લી વાર ચૂંટણી લડી રહેલા ૭૮ વર્ષના રામકુમાર ગૌત સફીદો બેઠક પરથી ભાજપના ઉમેદવાર રામકુમાર ગૌતમ ૭૮ વર્ષના છે. જજપાના ભૂતપૂર્વ ધારાસભ્ય છે. ગત ચૂંટણીમાં ભાજપાના દિગ્ગજ કેપ્ટન અભિમન્યુને હરાવ્યા હતા. આ વખતે ચૂંટણી પહેલાં જ ભાજપમાં જોડાયા છે.

(૪) ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા
પૂર્વ કોંગ્રેસી સીએમ અને ગઢી સાયલા કિલોઈ બેઠકના ઉમેદવાર ૭૭ વર્ષના ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ સીએમ પદના સૌથી મજબૂત દાવેદાર છે. તેઓ પાંચવાર ધારાસભ્ય અને ૪ વાર સાંસદ રહી ચૂકયા છે. માર્ચ ર૦૦પથી ર૦૧૪ સુધી હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂકયા છે.

(પ) ૧૪મી લોકસભાના અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તા
૧૪મી લોકસભાના અધ્યક્ષ રહી ચૂકેલ જ્ઞાનચંદ ગુપ્તા સતત બે વખતથી ધારાસભ્ય છે અને પંચકુલા બેઠક પર ભાજપા ઉમેદવાર છે.

(૬) બળવો કરીને મેદાનમાં ૭પ વર્ષના સાવિત્રી જીંદાલ
કુરક્ષેત્ર બેઠકના ભાજપા સાંસદ નવિન જીંદાલના માતા સાવિત્રી જીંદાલ હીસાર બેઠક પરથી અપક્ષ લડી રહ્યા છે. ૭પ વર્ષના સાવિત્રી દેશના સૌથી અમીર મહિલા છે. બે બાર ધારાસભ્ય રહેલ સાવિત્રી કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ હતા.

(૭) ચૂંટણી ટાણે પાછા ભાજપામાં આવેલ ૭૬ વર્ષના શ્યામસિંહ રાણા ૭૬ વર્ષના ધારાસભ્ય ચૂંટાયા પછી ર૦ર૦માં કૃષિકાનૂનોના વિરોધમાં ભાજપામાંથી રાજીનામું આપ્યું હતું. પણ બે મહિના પહેલાં ફરીથી ભાજપમાં જોડાઈ રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.