Western Times News

Gujarati News

અમે નિયમો-આધારિત વૈશ્વિક વ્યવસ્થાને સમર્થન આપીએ છીએઃ પીએમ મોદી

ન્યૂયોર્ક, અમેરિકામાં યોજાયેલી ક્વાડ દેશોની વાર્ષિક સમીટમાં ચીનને ધ્યાનમાં રાખીને ઇન્ડો પેસિફિક રિજન માટે દરિયાઈ સુરક્ષા સહયોગને વિસ્તૃત કરવાના શ્રેણીબદ્ધ મોટા પગલાંની જાહેરાત કરી હતી તથા યુક્રેનમાં કાયમી શાંતિની હાકલ કરાઈ હતી.

ચીનનું નામ લીધા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્વોડ સંગઠન નિયમો આધારિત વૈશ્વિક વ્યવસ્થા માટે છે તથા તે રાષ્ટ્રોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે છે. સમીટમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બેનિસે હાજરી આપી હતી.

જો બાઇડેન દ્વારા તેમના વતન રાજ્ય ડેલાવેર ખાતે યોજાયેલી સમિટમાં નેતાઓએ ચીનનું સીધું નામ લીધા વગર પૂર્વ અને દક્ષિણ ચીન સમુદ્રની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી તથા કોસ્ટ ગાર્ડ તથા દરિયાઈ લશ્કરી જહાજોના ખતરનાક ઉપયોગની નિંદા કરી હતી.

ઈન્ડો-પેસિફિક રિજનમાં ચીનની વધતી જતી દાદાગીરી અંગે વધતી જતી વૈશ્વિક ચિંતાઓ વચ્ચે ક્વાડ નેતાઓએ બળજબરીથી યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કરતી કોઈપણ એકપક્ષીય કાર્યવાહીનો સખત વિરોધ કર્યાે હતો.

મુક્ત, ખુલ્લા, સર્વસમાવેશક અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિકને ક્વોડની સહિયારી પ્રાથમિકતા ગણાવીને પોતાના સંબંધોનમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે વિશ્વ તણાવ અને સંઘર્ષાેથી ઘેરાયેલું છે ત્યારે આપણી બેઠક યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં માનવતાના કલ્યાણ માટે આપણા સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના રક્ષણ માટે એકજૂથ થવું ક્વાડ માટે મહત્ત્વપૂર્ણ છે.

અમે કોઈની વિરુદ્ધ નથી. અમે બધા નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને સમર્થન આપીએ છીએ તથા સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરીએ છીએ અને તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ નિરાકરણનું સમર્થન કરીએ છીએ.

ક્વાડ સમીટમાં દરિયાઈ સુરક્ષા, ઈન્ળાસ્ટ્રક્ચરથી લઈને જટિલ અને ઉભરતી ટેકનોલોજી, માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત જેવા ક્ષેત્રોમાં સંખ્યાબંધ નવી અને મહત્વાકાંક્ષી પહેલોની જાહેરાત કરાઈ હતી.

આ સમીટનો સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય ક્વોડ-એટ-સી શિપ ઓબ્ઝર્વર મિશન છે. આ પ્રોગ્રામ હેઠળ દરિયાઈ સુરક્ષા માટે યુએસ કોસ્ટ ગાર્ડ, જાપાન કોસ્ટ ગાર્ડ, ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ૨૦૨૫માં પ્રથમ સંયુક્ત કોસ્ટ ગાર્ડ મિશન હાથ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.