અયોધ્યા મંદિર સંપૂર્ણ બનશે ત્યારે પૂજા કરીશઃ શંકરાચાર્ય
અયોધ્યા, અયોધ્યામાં રામમંદિરને ‘અર્ધ-અપૂર્ણ’ ગણાવીને આ વર્ષ જાન્યુઆરીમાં પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહનો વિરોધ કરનાર ઉતરાખંડના જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રવિવારે રામમંદિરમાં પૂજા-અર્ચના કરવાથી દૂર રહેવાનું હાલના તબક્કે ઉચિત માન્યું છે.
અયોધ્યા પહોંચેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને પત્રકારો દ્વારા રામમંદિરમાં ન જવા પર પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો તમણે કહ્યું કે, અર્ધ-અપૂર્ણ નિર્માણવાળા મંદિરમાં પૂજા-અર્ચના કરી શકાય નહીં. હું રામમંદિરમાં ત્યારે પૂજા-અર્ચના કરીશ, જ્યારે મંદિરનું શિખર સંપૂર્ણ રીતે બની જશે.
આ દરમિયાન શંકરાચાર્યએ ચિનેશ્વરનાથ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અયોધ્યામાં રામકોટ વિસ્તારમાં રામ જન્મભૂમિ પરસિરની પરિક્રમા કરી હતી. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને અયોધ્યાથી દેશવ્યાપી ‘ગૌ ધ્વજ સ્થાપના ભારત યાત્રા’ની શરુઆત કરી છે. અયોધ્યામાં સંતોની ઉપસ્થિતિ શંકરાચાર્યે અહીંયા ધર્મસભા બોલાવી હતી.
આ ધર્મસભામાં બંધારણીય જોગવાઈઓને લાગુ કરવા અને ગાયની અપ્રતિબંધિત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાયદો બનાવવા આહ્વાન કર્યું હતું. ધર્મસભાને સંબોધિત કરીને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ એમ પણ કહ્યું કે, આપણા દેશમાં ગાયને ગૌમાતા તરીકે પૂજા કરવામાં આવે છે.
પરંતુ એ દુર્ભાગ્યપૂર્ણ છે કે ગાયની પૂજા કરનાર એ જ દેશ વિશ્વમાં ગાયના માંસના નિકાસ કરવામાં બીજા ક્રમનો મોટો દેશ છે. આ સાથે તેમણે જણાવ્યું કે, અમે સરકારને વિનંતી કરીએ છીએ કે એ ધર્મ અને ગાયના સન્માનમાં પગલાં ભરે અને ગૌહત્યા પર પ્રતિબંધ લગાવે.SS1MS