ઔડાના મકાન અપાવવાનું કહીને પાંચ લોકો પાસેથી પૈસા પડાવ્યા
નવી દિલ્હી, નરોડા વિસ્તારમાં ગઠિયાએ ઔડાના મકાન અપાવવાનું કહીને પાંચ લોકો પાસેથી કુલ રૂ. ૧.૫૬ લાખ પડાવ્યા હતા. જેમાં ઔડાના મકાનમાં સ્કીમ ચાલે છે કહીને તમારે મકાન જોઇતુ હોય તો એડવાન્સ આપવા પડશે કહીને રૂપિયા લઇ લીધા હતા.
પરંતુ મકાન અપાવ્યું ન હતું. આ અંગે નરોડા પોલીસે ગઠિયા સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા પ્રીતમકુમાર ડાંગી થલતેજ ખાતે આવેલી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગત માર્ચ મહિનામાં તેઓ નોકરી પર હાજર હતા તે સમયે મિત્ર ગૌરાંગ ગચ્ચરે ફોન કરીને જણાવ્યું કે ફેસબુકમાં ધવલ પનાગરે ળેન્ડ રિકવેસ્ટ મોકલી છે અને તે ઔડાના મકાન અપાવે છે. ત્યારબાદ બંને વચ્ચે નંબરની આપ-લે થતા મિત્રતા થઇ હતી અને ગૌરાંગે ધવલનો નંબર પ્રીતમકુમારને આપ્યો હતો.
પછી તેઓ ફોનમાં એકબીજા સાથે વાતો કરવા લાગ્યા હતા. બાદમાં ધવલે પ્રીતમને ઔડાના મકાનમાં સ્કીમ છે તમારે મકાન જોઇતુ હોય તો રૂ. ૨૫ હજાર ભરવા પડશે. જેથી પ્રીતમે આપેલ નંબર પર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
જેની સામે રસીદ માંગતા વાયદા કરતો હતો અને બાદમાં ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. બાદમાં તપાસ કરતા ધવલે નરોડાના પાંચ વ્યક્તિઓ પાસેથી કુલ રૂ. ૧.૫૬ લાખ ઔડાનું મકાન અપાવવાનું કહીને પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પ્રીતમકુમારે ધવલ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.SS1MS