દુબઇનો વેપારી હોવાનું કહીને બે શખ્સો સોનીને છેતરી ગયા
નવી દિલ્હી, શહેરના કેશવબાગ ચાર રસ્તા પાસે જ્વેલર્સ શોરૂમ ધરાવતા વેપારીને બે ગઠિયાઓ છેતરી ગયા હોવાની ઘટના સામે આવી છે. સોની વેપારી દુબઇ ગયા ત્યારે ત્યાં તેમના ડ્રાઇવરના ઓળખીતા સાથે સંપર્ક થયો હતો. આ ગઠિયાએ પોતે દુબઇનો મોટો વેપારી અને અમીર માણસ હોવાનું કહીને વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં અમદાવાદ આવીને વેપારી પાસેથી દાગીના અને રોકડા ઉછીના લીધા હતા.
આરોપીએ તેના સાગરિત સાથે મળીને ૬૦.૭૫ લાખની છેતરપિંડી આચરતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાઉથ બોપલમાં રહેતા હાર્દિકભાઇ ચોક્સી આઇટીસી નર્મદા હોટલની સામે જ્વેલર્સ શોરૂમ ધરાવે છે. હાર્દિકભાઇ વર્ષ ૨૦૨૨માં દુબઇ ગયા ત્યારે ડ્રાઇવરના ઓળખીતા પ્રકાશ દેસાઇનો પરિચય થયો હતો.
પ્રકાશે પોતે દુબઇનો મોટો વેપારી અને અમીર માણસ હોવાની છાપ ઊભી કરી હતી. બાદમાં ભારતમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતો હોવાનું કહીને વિશ્વાસ કેળવ્યો હતો. થોડા દિવસો બાદ ભારત આવીને તેણે હાર્દિકભાઇ પાસેથી ૧.૨૫ લાખ ઉછીના લીધા હતા.
થોડા દિવસો બાદ પ્રકાશ તેના સાગરિત જીગર પંચાલને લઇને હાર્દિકભાઇની દુકાને ગયો હતો. ત્યાં ઘરમાં લગ્ન પ્રસંગ હોવાનું કહીને ૫૯.૫૦ લાખના દાગીના લીધા હતા. હાર્દિકભાઇએ પેમેન્ટ માંગતા આરોપીઓએ ચેકબુક ગામડે હોવાનું બહાનુ કર્યું હતું.
બાદમાં બંનેએ ફોન પર બહાના બતાવીને ધમકી આપી હતી. આમ, બંને આરોપીઓએ સોની વેપારી સાથે કુલ ૬૦.૭૫ લાખની છેતરપિંડી આચરતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS