Western Times News

Gujarati News

ભારતમાં અંદાજે પાંચ કરોડથી વધુ ઘરોમાં DD ફ્રી ડીશ એન્ટેના

DD ફ્રી ડીશ’ ચેનલ્સ દર્શકોનું મનગમતું માધ્યમ બન્યું

૩૮૧ ટીવી ચેનલ્સ અને ૪૮ રેડિયો સ્ટેશનને વિનામૂલ્યે નિહાળવાની સુવિધા

પ્રસાર ભારતી દ્વારા છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં ‘DD ફ્રી ડીશ’ના માધ્યમથી વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. છેવાડાના નાગરિકોને મનોરંજન સાથે શિક્ષણ આપવા તેમજ બાળકોને જ્ઞાન- બૌદ્ધિક રીતે વધુ સશકત બનાવવાના ઉમદા આશયથી ‘DD ફ્રી ડીશ’ના ચેનલ્સ પ્રસારિત કરવામાં આવે છે.

ખાનગી ડાયરેક્ટ-ટુ-હોમ (DTH) પ્લેટફોર્મ્સ માટે માસિક સબસ્ક્રિપ્શન- ફ્રી ચૂકવાની હોય છેતેની સામે DD ફ્રી ડીશ દ્વારા વિનામૂલ્યે કાર્યક્રમો બતાવવામાં આવે છેજેના પરિણામે DD ફ્રી ડીશ ચેનલ્સ દર્શકોનું મનગમતું માધ્યમ બન્યું છે. હાલમાં, DD ફ્રી ડીશમાં ૩૮૧ ટીવી ચેનલ તેમજ ૪૮ રેડિયો સ્ટેશન કાર્યરત છે. જેને સમગ્ર દેશમાં અંદાજે પાંચ કરોડથી વધુ ઘરોમાં આ ચેનલ્સને નાગરિકો નિહાળી રહ્યા છે.

સુવિધા અને ફાયદાઓ

ખાનગી ડીટીએચ પ્લેટફોર્મ્સની તુલનામાં, DD ફ્રી ડીશ ચેનલ્સ માટે દર્શકો પાસેથી કોઈપણ માસિક ફી વસૂલવામાં આવતી નથી. આ સેવા જીવનભર માટે નિઃશુલ્ક છે. જ્યારે, DD ફ્રી ડીશ ચેનલ્સ શરૂ કરવા માટેદર્શકોને માત્ર સેટ-ટોપ-બોક્સ અને નાના કદના ડીશ એન્ટેના લગાવવાની જ જરૂર પડે છેજેનો ખર્ચ અંદાજે રૂ. ૧,૫૦૦થી વધુ થતો નથીસાથે જ આ સાધનો છેવાડાના ગામડાઓમાં પણ સરળતાથી મળી રહે છે.

શૈક્ષણિક અને મનોરંજન ચેનલ્સ

DD ફ્રી ડીશમાં શૈક્ષણિક ચેનલ્સ સાથે જ મનોરંજનસમાચારભક્તિફિલ્મોરમતગમત વગેરેની લોકપ્રિય ખાનગી ટીવી ચેનલ્સનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ચેનલ્સ જેવી કે ‘DD Swayam Prabha’, ‘DD PM eVidya’, અને ‘DD DigiShala’ ઉપર કલાવિજ્ઞાનવાણિજ્યએન્જિનિયરિંગટેકનોલોજીકાયદોઅને કૃષિ માટેના વિશેષ કાર્યક્રમોની NCERT, CIET, IITS અને UGC દ્વારા માહિતી પણ પીરસવામાં આવે છેતેમ પ્રસાર ભારતીની વિભાગની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.