Western Times News

Gujarati News

ધારાસભ્ય મહેશ કસવાલાએ ગ્રામીણ ગામડાઓ સુંદર અને રળિયામણાં બનાવવાના સ્વપ્નને કર્યો સાકાર

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના 1685 લાખ મંજૂર : ધારાસભ્ય કસવાલા

સાવરકુંડલા પંથકના ગામડાઓનાં મુશ્કેલીઓને દૂર કરવામાં સફળ થયા કસવાલા

સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રીની સરાહના સાથે આભાર વ્યક્ત કરતા કસવાલા

અમરેલી, ચોમાસામાં ગ્રામીણ ગામડાઓના માર્ગો સુંદર અને રળિયામણાં બની રહે તેવી ધારાસભ્ય મહેશ કસવાલાની જહેમત રંગ લાવી અને 1685 લાખની માતબર રકમ વડે સાવરકુંડલાના ગામડાઓનાં રોડ રસ્તાઓ મઢવા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માંથી મંજૂર થતા ગ્રામીણ ગામોના ખેડૂતો, માલધારીઓએ કસવાલાની ગામડાઓ પ્રત્યેની ભાવનાઓની કદર કરવાની સરાહના કરવામાં આવી છે.

સાવરકુંડલા લીલીયા મત ક્ષેત્રમાં ચૂંટાઈ ને આવ્યા બાદ હંમેશા ગાંધીનગરથી પ્રજાહિતના કામોની સરવાણી ચાલુ રહી છે રાજ્યભરમાં ભાજપની વિકાસશીલ સરકાર વિકાસની અનેરી ભેટ આપી રહી છે ત્યારે પોતાના મત વિસ્તારમાં કામો લાવવાની અનેરી કુશળતાના કસબી કસવાલા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માંથી વીજપડી થી  વીજપડી રેલ્વે સ્ટેશનના 5 કિલોમીટર રોડ ના 2 કરોડ 75 લાખ, રામગઢ-ગાધકડા-લીખાળા રોડના 9.60 કિલોમીટરના રોડ માટે 5 કરોડ 30 લાખ,

અભરામપરા-કૃષ્ણગઢ રોડ 3.40 કિલોમીટર માટે 1 કરોડ 30 લાખ, વિરડી થી નાળ રોડ 3.50 કિલોમીટર માટે 1 કરોડ 50 લાખ, મોટા ભામોદ્રા-નાળ-રબારીકાના 7 કિલોમીટર રોડ માટે 2 કરોડ 80 લાખ, કાંત્રોડી-હિપાવડલીના 2.50 કિલોમીટરના રોડ માટે 80 લાખ અને જેસરના ઘોબા થી ઠાસા સુધી 4.10 કિલોમીટર માટેના રોડ 2 કરોડ 40 લાખના રિફ્રેશિંગ કામગીરીઓનાં ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માંથી મંજૂર કરાવ્યા છે

ત્યારે સાવરકુંડલા પંથકમાં ગ્રામીણ ગામડાઓ સુંદર અને રળિયામણાં બની રહે તે માટે ફરી એકવાર 16 કરોડ 85 લાખ સરકારશ્રી માંથી મંજૂરીની મહોર મળતા ગ્રામીણ ગામડાઓનાં સ્થાનિકોની રસ્તાઓની સમસ્યાનું નિરાકરણ લાવવામાં ધારાસભ્ય મહેશ કસવાળાની સફળતામાં વધુ એક મોરપીંછ સમાનની યશકળગીનો ઉમેરો થયો હોવાનું સત્વ “અટલધારા” કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરા ની અખબારી યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.