રાજકોટ મનપા ફરી ચર્ચામાંઃ ઢોર ડબ્બામાં ૩ મહીનામાં ૭૫૬ પશુઓનાં મોત
પશુનાં મોત થયાનું કોર્પોરેશન દ્વારા સ્વીકારવામાં આવ્યું
(એજન્સી)રાજકોટ, રાજકોટના ઢોર ડબ્બામાં ૩ મહિનામાં જ ૭૫૬ પશુનાં મોત થયાનું કોર્પોરેશન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ઢોર ડબ્બાના હૃદયદ્રાવક દૃશ્યો પણ સામે આવ્યાં છે. જેમાં વાછરડીઓ ભૂખના કારણે વાયરો ખાય રહી છે.
ગૌમાતાના ભૂખ અને ઠંડીથી ઠુંઠવાઈને મોત નીપજ્યા હોવાથી તંત્રો અને વ્હોટ્સએપ પરના ગૌભક્તો સામે રોષ ઠાલવતા માલધારી આગેવાન અને કોંગ્રેસ ના રણજિત મુંધવાએ જણાવ્યું હતું કે, ગાયો કેમ મોત ને ભેટી એ સવાલ સમગ્ર રાજકોટ કરી રહ્યું છે. ઢોર ડબ્બામાં એક પણ પ્રકાર ની કોઈ વ્યવસ્થા ન ઉભી ન કરવાના કારણે ગાયો ના મોત નીપજી રહ્યા છે.
રાજકોટના ઢોર ડબ્બામાં ૩ મહિનામાં જ ૭૫૬ પશુનાં મોત થયાનું કોર્પોરેશન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ઢોર ડબ્બાના હૃદયદ્રાવક દૃશ્યો પણ સામે આવ્યાં છે. જેમાં વાછરડીઓ ભૂખના કારણે વાયરો ખાય રહી છે. ગૌમાતાના ભૂખ અને ઠંડીથી ઠુંઠવાઈને મોત નીપજ્યા હોવાથી તંત્રો અને વ્હોટ્સએપ પરના ગૌભક્તો સામે રોષ ઠાલવતા માલધારી આગેવાન અને કોંગ્રેસ ના રણજિત મુંધવાએ જણાવ્યું હતું કે,
શું વડાપ્રધાનના ઘરે ગાય આવે તો જ માતા છે? મોદીના ઘરમાં ગાય માતાનું આગમન થતા વોટ્સએપ ગૌપ્રેમીઓ દ્વારા તેનું સ્ટેટસ મૂકવામાં આવ્યું હતું. પરંતુ હકીકતમાં થતાં ગાય માતાનાં મોત માટે તેઓ ચૂપ કેમ છે? ત્યારે આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે ભાદરવા મહિનામાં માંદી ગાયો મોત નીપજયાં છે. જેના કારણે ઢોર ડબ્બા ના એજેન્સી ને બોલાવવા ના છે. ઢોર ડબ્બામાં ગાયો ના મોત પાછળ જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
જયમીન ઠાકર, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, રાજકોટ મહાનગર પાલિકા વોટ્સએપ ગૌપ્રેમીઓ દ્વારા તેનું સ્ટેટસ મૂકવામાં આવ્યું હતું. પરંતુ હકીકતમાં થતાં ગાય માતાનાં મોત માટે તેઓ ચૂપ કેમ છે? ત્યારે આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે ભાદરવા મહિનામાં માંદી ગાયો મોત નીપજયાં છે. જેના કારણે ઢોર ડબ્બા ના એજેન્સી ને બોલાવવા ના છે. ઢોર ડબ્બામાં ગાયો ના મોત પાછળ જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.