સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડેન્ગયુના પ૧ કેસ કન્ફર્મ
શહેરમાં ડેન્ગયુના કેસનો કુલ આંકડો ૧પ૦ર
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ડેન્ગયુના કેસ સતત વધી રહયા છે. શહેરના તમામ વિસ્તારો ડેન્ગયુના સકંજામાં આવી રહયા છે. બીજા શબ્દોમાં કહીએ તો ડેન્ગયુએ પૂર્વ અને પશ્ચિમની ભેદરેખા મીટાવી દીધી છે તેવી જ રીતે આ વખતે ડેન્ગયુએ તબીબો અને દર્દીઓ વચ્ચેની પણ ભેદરેખા મીટાવી દીધી છે
જેનું મુખ્ય કારણ એ છે કે દર્દીઓની સારવાર કરનાર તબીબો અને ન‹સગ સ્ટાફ પણ ડેન્ગયુના સકંજામાં આવી ગયા છે એ પણ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાતી સિવિલ હોસ્પિટલના જ તબીબો અને ન‹સગ સ્ટાફ ડેન્ગયુનો ભોગ બની રહયા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી ડેન્ગયુના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે. ૧પ જુલાઈથી ૧૯ સપ્ટેમ્બર સુધી સિવિલ કેમ્પસમાં ડેન્ગયુના પ૧ કેસ કન્ફર્મ થયા છે જેમાં મોટી સંખ્યામાં ન‹સગ સ્ટાફ હોવાની વાત બહાર આવી છે. સિવિલ હોસ્પિટલના શાહીબાગ અને અસારવા કેમ્પસમાંથી મોટી સંખ્યામાં કેસ બહાર આવ્યા છે.
ખાસ કરીને શાહીબાગ કેમ્પસમાં ૪પ અને અસારવા કેમ્પસમાં ૬ કેસ કન્ફર્મ થયા છે. અસારવાની જીનેરા ન‹સગ હોસ્ટેલમાં ડેન્ગયુના ૯, ગર્લ્સ હોસ્ટેલમાં-પ, અને પીજી હોસ્ટેલમાં ૭ જેટલા ડેન્ગયુના કેસ કન્ફર્મ થયા છે. આ ઉપરાંત ડેન્ટલ હોસ્ટેલમાં-૩, સિવિલ સ્ટાફ કવાર્ટરમાં -૩, અને રેસિડેન્ટ હોસ્ટેલમાંથી ર કેસ નોંધાયા છે. ડેન્ગયુના પ૧ કેસ પૈકી ર૮ મહિલા અને ર૩ પુરૂષોનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરમાં પણ ડેન્ગયુના કેસ સતત વધી રહયા છે. સપ્ટેમ્બર મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે ડેન્ગયુના ૩૯૪ નવા કેસ નોંધાયા છે. જયારે વર્ષ દરમિયાન ડેન્ગયુના ૧પ૦ર કેસ કન્ફર્મ થયા છે. શહેરના મધ્યઝોનમાં ડેન્ગયુના ૧ર૦, પશ્ચિમ ઝોન- ર૭૮, ઉત્તર ઝોન-ર૧૬, પૂર્વ ઝોન-ર૭૯, દક્ષિણ ઝોન-૧૯૧, ઉ.પ.-ર૬૦, અને દ.પ.ઝોન-૧પ૮ કેસ ડેન્ગયુના કન્ફર્મ થયા છે. ડેન્ગયુના કારણે ચાલુ વર્ષ દરમિયાન ૩ દર્દીના મૃત્યુ પણ થયા છે.