Western Times News

Gujarati News

ગિનીસ વર્લ્ડ રેકોર્ડે ‘મોસ્ટ પ્રોલિફિક’ ઈન્ડિયન સ્ટારનું સન્માન ચિરંજીવીને

મુંબઈ, સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મેગા સ્ટાર કહેવાતા ચિરંજીવીને રવિવારે ગિનીસ વર્લ્ડ રેકોડ્‌ર્સ સર્ટિફિકેટ એનાયત થયુ હતું. આ સર્ટિફિકેટમાં તેમને ભારતીય ફિલ્મ જગતના ‘મોસ્ટ પ્રોલિફિક સ્ટાર’ ગણવવામાં આવ્યા હતા. હૈદરાબાદ ખાતે યોજાયેલી એક ઈવેન્ટમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિએ ચિરંજીવીને આ સર્ટિફિકેટ આપ્યું હતું.

ચિરંજીવીને ૨૦મીએ આ સન્માન પ્રાપ્ત થયું હતું અને ૨૨મીએ એક ઈવેન્ટમાં સર્ટિફિકેટ અપાયુ હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગિનીસ વર્લ્ડ રેકોડ્‌ર્સમાં સ્થાન મળશે તેવું ક્યારેય વિચાર્યું ન હતું. ફિલ્મ કરિયરના આ વર્ષોમાં ડાન્સ એ તેમના જીવનનો ભાગ છે.

ચિરંજીવીએ ૪૫ વર્ષની કરિયરમાં ૧૫૬ ફિલ્મો કરી છે. જેમાં ૫૩૭ સોન્ગ્સ હતા અને આ તમામમાં તેમણે ૨૪,૦૦૦ ડાન્સ મૂવ પરફોર્મ કર્યા છે. ચિરંજીવીએ ૧૯૭૮ના વર્ષમાં ૨૨ સપ્ટેમ્બરે એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. ૪૫ વર્ષ બાદ આ જ દિવસે તેમને સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે આમિર ખાને પણ ચિરંજીવી સાથે હાજરી આપી હતી. આમિરે ચિરંજીવીને પોતાના મોટા ભાઈ ગણાવ્યા હતા. આમિરે કહ્યું હતું કે, ચિરંજીવીએ દરેક ગીતમાં પોતાનો જીવ રેડીને ડાન્સ કર્યો છે અને તેઓ દરેક ડાન્સને એન્જોય કરે છે. તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ એક્સ પોસ્ટમાં ચિરંજીવીના આ સન્માનને તેલુગુ લોકોના સન્માન સમાન ગણાવ્યું હતું.

ચિરંજીવીએ તેલુગુ ઉપરાંત હિન્દી, તમિલ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં કામ કરેલું છે. ૨૦૦૬માં તેમને દેશના નાગરિક સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા. આ વર્ષે દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ તેમને એનાયત થયુ હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.