આ યુનિવર્સિટીના નાયબ કુલસચિવે અચાનક રાજીનામુ કેમ આપ્યું?
(એજન્સી)ભાવનગર, ભાવનગરમાં નાયબ કુલસચિવે રાજીનામુ આપ્યું છે. નાયબ કુલ સચિવે અચાનક જ રાજીનામુ આપ્યું છે. તેમણે ઇસી મળ્યાના ગણતરીના કલાકોમાં રાજીનામુ આપ્યું છે. તેમના રાજીનામા પાછળનું કારણ હજી અકબંધ છે.
ભાવનગર યુનિવર્સિટીના કુલપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમણે ઇન્ચાર્જ કુલપતિ ડો. મહેશ ત્રિવેદીને રાજીનામું સોંપ્યું છે. નાયબ કુલ સચિવ ડો. ભાવેશ જાનીએ કેમ રાજીનામુ આપ્યું તેના અંગે સત્તાવાર રીતે હજી સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. આ ઉપરાંત ભાવેશ જાનીએ પોતે પણ હજી સુધી આ અંગે કોઈપણ પ્રકારનું કારણ જણાવ્યું નથી.
નાયબ કુલસચિવ ડો. ભાવેશ જાનીના રાજીનામાને લઈને રહસ્યોનું વમળ સર્જાયું છે. આ મુદ્દે સત્તાવાળાઓ કે ડો. ભાવેશ જાની પોતે પણ કોઈ ફાડી રહ્યા ન હોવાથી અનેક પ્રકારના તર્કવિતર્ક ચાલી રહ્યા છે. તેમના રાજીનામાને લઈને અનેક પ્રકારની અફવાઓ પણ ઉડી રહી છે. આ બધી બાબતો પર પૂર્ણવિરામ ત્યારે જ આવે જ્યારે નાયબ કુલસચિવ ડો. ભાવેશ જાની કોઈ ફોડ પાડે.
ઉલ્લેખનીય છે કે ભાવનગર યુનિવર્સિટી સરકારી યુનિવર્સિટીમાં સ્થાન પામે છે. ગયા વર્ષે સરકારે પબ્લિક એક્ટ બનાવીને તેનો સમાવેશ સરકારી યુનિવર્સિટીમાં કર્યો હતો. સરકારના આ પગલાંનો મોટાપાયા પર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. આમ છતાં સરકારે આ વિરોધને જરા પણ મચક આપી ન હતી.