યુદ્ધનો તણાવ યુક્રેનના રાષ્ટ્રપતિના ચહેરા પર PM મોદીને સ્પષ્ટ દેખાયો
(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના અધિવેશનમાં ગયા છે. જ્યાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ તેમને મળવા માટે ઈચ્છા વ્યક્ત કરી અને પીએમ મોદી પણ તેમને ના ન પાડી શક્યા.
જોકે ઝેલેન્સ્કી જ્યારે મોદીને મળ્યા ત્યારે તેમના દેશમાં ચાલી રહેલા યુદ્ધનો તણાવ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેઓ એવી આશા રાખીને બેઠા હતા કે જાણે ભારતના વડાપ્રધાન તેમની દરેક સમસ્યાનું સમાધાન લાવશે.
બીજી તરફ વડાપ્રધાન મોદી પણ ઝેલેન્સ્કીની સ્થિતિને સમજીને તેમને મળ્યા અને તેમનું સ્વાગત કર્યું હતું. ન્યૂઝ એજન્સી દ્વારા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે મોદીએ ઝેલેન્સ્કીને પહેલા હાથ મિલાવ્યો અને પછી તેમને ગળે લાગ્યા હતા. આ બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ મોદીજીને પોતાની ચિંતાઓ જણાવી હતી. મીટિંગમાં મોદીએ ઝેલેન્સ્કીની દરેક સમસ્યાઓ સાંભળી અને પછી અમનનો સંદેશ તેમને આપ્યો હતો. આ બેઠકમાં વિદેશમંત્રી એસ. જયશંકર પણ પીએમ સાથે બેઠેલા નજરે પડ્યા હતા.
એક તરફ યુક્રેનના અધિકારીઓનું ડેલિગેશન હતું તો બીજી તરફ ભારતના અધિકારીઓનું ડેલિગેશન હતું. થોડાક દિવસો પહેલા જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત પીએમ મોદીની યુક્રેન મુલાકાત બાદ યોજાઈ હતી.