ભાવનગરમાં એસઓજીએ ૭ લાખથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું
(એજન્સી)ભાવનગર, ભાવનગરમાં એસઓજીએ ઝડપેલ ડ્રગ્સની તપાસ પૂર્ણ થઈ છે. ત્રણ ઇસમને ૭૦.૮૨ ગ્રામના ડ્રગ્સ સાથે ઘોઘાના કુડા ચોકડી પાસેથી ઝડપ્યા છે, ઈસમો સાથે ૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એસઓજીએ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
હાલ એસઓજી દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશને ગુનો રજિસ્ટર કરાવ્યો છે. ઇકબાલ ચૌહાણ, રાજેશ સોલંકી, જયેશ ગોહેલને ઝડપી લીધા છે. ૩ ઈસમો સાથે ૭,૨૩૨,૦૦નો મુદ્દામાલ પણ કબ્જો કર્યો છે. મેથાએમ્ફટામાઇન ડ્રગ્સના સાથે ત્રણ ઈસમોને ઝડપી લીધા છે.
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત રાજયના તમામ જીલ્લાને આદેશ આપેલ હતા. જેના અનુસંધાને ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર
અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ ભાવનગર એસ.ઓ.જી.ને જીલ્લામાંથી નાર્કોટીક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલી હતી.
રાજકોટ શહેરમાં એસઓજીએ બાતમીના આધારે અમદાવાદથી રાજકોટ જતી વખતે થઈ રહેલી કારમાં હેરાફેરી વખતે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. કારમાંથી ૧.૮૩ લાખનો ડ્રગ્સ સાથે કાર જપ્ત કરવામાં આવી હતી. ૧૮.૩૪ ગ્રામ ડ્રગ્સ કિંમત રૂ. ૧.૮૩ લાખ અને કાર સહિત રૂ. ૩.૪૩ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.