Western Times News

Gujarati News

સાયબર ફ્રોડ માટે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો સૌથી મોટો ધંધો

પહેલાં લોકોને પાર્સલના નામે ડરાવીને પૈસા પડાવાનું કૌભાંડ ચાલ્યું હવે સાયબર માફિયાઓએ મોડેસ ઓપરેન્ડી બદલી શેર બજારમાં રોણ કરાવવાનું કહી પૈસા પડાવવાનું શરૂ કર્યું છે.

લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવતી ગેંગના ઘણા સાગરિત અમદાવાદના !

અમદાવાદ, વૃદ્ધ દંપતીને ડરાવી ધમકાવી તેમની વિરૂદ્ધ કેસ થયો હોવાની વાતો કરી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેનાર ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે. તેમની પૂછપરછમાં આ કાંડનો માસ્ટર માઈન્ડ દુબઈ બેઠેલો રોકી હોવાનું સામે આવી રહ્યું છે. જે પગલે પોલીસે હવે તે દિશામાં તપાસ શરૂ કરીને ધમકાવવા માટે જે કોલ કરવામાં આવે છે.

જેમાં કોલ કરવાની કામગીરી સંભાળનારા ઘણા કોલર અમદાવાદના યુવકો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. બીજી તરફ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેકશન કરવા માટે પણ ખૂબ જ મોટી સંખ્યામાં બેન્ક એકાઉન્ટની જરૂર ઊભી થતી હોય છે. આવા એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું સૌથી મોટું દૂષણ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ચાલે છે.

ચોક્કસ તત્ત્વો મહિને પથી ૧૦ હજાર આપીને સંખ્યાબંધ એકાઉન્ટ ભાડે લઈ રહ્યા છે. ઈન્કમટેક્ષ વિભાગા એક રિપોર્ટને આધારે આવા લાખો એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા. સુરતની ટુકડીએ વૃદ્ધ દંપતીને ટોર્ચર કરી તેમના વિરૂદ્ધ વોરંટ નીકળ્યું હોવાની કહી ધમકાવ્યા હતા. તેમની પાસેથી લાખો રૂપિયા પણ પડાવી લીધા હતા. આ તો ઈ એક ઘટનાની વાત દેશમાં આવી રોજની હજારો ઘટનાઓ બની રહી છે.

ગુજરાતમાં સાયબર ગઠિયાઓ રોજના સેંકડો લોકોને ઠગી રહ્યા છે. અમદાવાદ સાયબર ગઠિયા પાસે ગયેલા રૂપિયા પોલીસ પરત અપાવી શકતી નથી. ચાઈનીઝ માફિયાઓના ઈશારે મલેશિયા, દુબઈ હોંગકોંગ જેવા દેશોમાં કોલ સેન્ટર ચાલુ કરી તેઓ ભારતીય લોકોને ડરાવી રૂપિયા પડાવી રહ્યા છે.

હવે આશ્ચર્યની વાત એ છે કે, આવા કોલ સેન્ટરમાં કોલર તરીકે ઘણા અમદાવાદ યુવકો પણ કામ કરી રહ્યા છે. કામ ધંધાની શોધમાં વિદેશ ગયેલા યુવકો કોલ સેન્ટરોમાં પણ કામ કરી રહ્યા છે જે અંગેની વિગતો પણ તપાસ એજન્સીઓના ધ્યાને આવી છે.

બીજી તરફ આ જ કેસમાં બેન્ક એકાઉન્ટની વિગતો દુબઈના રોને મોકલવામાં આવતી હોવાથી સીધુ દુબઈ કનેકશન સામે આવી રહ્યું છે. હવે તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. લોકોને ડરાવવી ધમકાવી જે રૂપિયા પડાવવામાં આવે તેના મલ્ટી ટ્રાન્ઝેકશન માટે ઘણા બેન્ક એકાઉન્ટની જરૂર પડતી હોય છે. માટે હવે બેન્ક એકાઉન્ટ ભાડે લઈ આપવાનો પણ જાણે કે એક ધંધો હોય તેટલા મોટા પ્રમાણમાં બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનું કામ ચાલી રહ્યું છે.

લગભગ દોઢેક વર્ષ સુધી લોકોને ડરાવીને પૈસા પડાવાનું કૌભાંડ ચાલ્યું હવે સાયબર માફિયાઓએ મોડેસ ઓપરેન્ડી બદલી શેર બજારમાં રોણ કરાવવાનું કહી પૈસા પડાવવાનું શરૂ કર્યું છે. આવી ઘટનાઓ અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડૉ.લવિના સિંહાએ (Cyber Crime Branch DCP Dr. Lavina Sinha) જણાવ્યું હતું કે, ડર અને લાલચ બતાવીને જ સાયબર ગઠિયા તમને ઠગી શકે છે. જો ખોટું ડરવાનું બંધ કરવામાં આવે અને લાલચમાં ના આવીએ તો ચોક્કસ સાયબર ગઠિયાથ બચી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.