બિસ્કિટ પેકેટમાંથી સડેલા બિસ્કીટ અને ઈયળ નીકળી
મોડાસા, બાળકોના સૌથી પ્રિય એવી ઓરિયો બિસ્કીટના પેકેટમાંથી સડેલા બિસ્કીટ અને ઈયળ નીકળતા પરિવાર ચોંકી ઉઠયો હતો અને અખાદ્ય બિÂસ્કટના ફોટો પાડી આ અંગે મોન્ડલેઝ ઈન્ટરનેશનલના ટ્વીટર એકાઉન્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરી હતી.
મોડાસામાં રહેતા એક પરિવારની દીકરીને ઓરિયો બિસ્કીટ પસંદ હોવાથી ઓરીયો ઓરિજનલ અને ચોકો ક્રિમ બિસ્કીટ ખરીદ્યા હતા. શનિવારે ઘરમાં રહેલા ઓરિયો બિસ્કીટનું પેકેટ ખોલતાંની સાથે પરિવાર ચોંકી ઉઠયો હતો.
અંદરથી બિસ્કીટ સડી ગયેલો અને ઈયળ જોવા મળતા સમગ્ર દૃશ્ય કેમેરામાં કેદ કરી લીધું હતું અને આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ અને ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી. અન્ય બાળકો પણ અખાદ્ય ઓરિયો બિસ્કીટનો ભોગ ન બને તે માટે મીડિયાનો સંપર્ક કર્યો હતો.
આ અંગે એક્સ પર ટ્વીટ કરી કંપનીને જાણ કરી હતી. પરિવારના અગ્રણીના જણાવ્યા અનુસાર વિદેશમાં ઈન્ડિયન કંપનીની ફૂડ પ્રોડકટસ અખાદ્ય મળી આવે તો જંગી દંડ વસૂલવામાં આવતો હોવાની સાથે કંપની સામે કાનૂની કાર્યવાહી અને પ્રતિબંધ ફરમાવા સુધીના પગલાં લેવામાં આવતા હોય છે ત્યારે ભારત સરકાર આ અંગે કંપનીની બેદરકાર સામે સખ્ત કાર્યવાહી કરશે તેવી આશા વ્યકત કરી હતી.