એરપોર્ટ ઉપર લોન્જમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ ન ચાલતા મુસાફરો પરેશાન
ડ્રીમફોલ્કસ સર્વિસીઝ લિ. સાથેની ટાઈઅપવાળી બેન્કોના કાર્ડમાં ઈશ્યુ સર્જાયો
અમદાવાદ, અમદાવાદ સહિત દેશના પ્રમુખ એરપોર્ટ ઉપર લોન્જમાં ડ્રીમ ફોક્લસ સર્વિસિઝ લિ. સાથેના ટાળઅપવાળી બેન્કોના ક્રેડિટ કાર્ડ ચાલી રહ્યા હોવાથી મુસાફરોને નોમિનલ ચાર્જમાં મળતું ભોજન કે ખાદ્યસામગ્રી ન મળતાં તેઓ ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. Airport major debit, credit cards for lounge access amid disruptions from Dreamfolks suspension
ટેકનિકલ ઈશ્યુ સહિતના કારણોને લઈને લોન્જમાં કેટલી બેન્કોના કાર્ડ એકસેસ થઈ રહ્યા ન હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.
અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લુરૂ સહિતના એરપોર્ટના લોન્જમાં જે ભોજન સામાન્ય રીતે રૂ.૧૪૦૦ મળતું હોય છે તે ભોજન લજ અને ડ્રીમફોલ્કસ સર્વિસીઝ લિ. સાથેની ટાઈઅપવાળી બેન્કોના ક્રેડિટ અને ડેબિટકાર્ડ થકી મુસાફરોને કાર્ડની વેલ્યુ સાથે મહિનામાં એક કે બે વખત બે રૂપિયાથી માંડીને રપ રૂપિયામાં ભોજન મળતું હોય છે. જેનો લાભ હાલ મુસાફરોને મળી રહ્યો નથી.
હાલમાં ડ્રીમફોલ્કસ સર્વિસીઝ લિ. અને તેની ટાઈઅપવાળી બેન્કો વચ્ચેના ટેકનિકલ ઈશ્યુને કલઈને મુસાફરો ક્રેડિટ-ડેબિટ કાર્ડ થકી લોન્જમાંથી રાહતદરે ભોજન મેળવી શકતા નથી. લોન્જ સાથે અન્ય કંપનીની ટાઈઅપ ધરાવતી કંપનીના બેન્કના ક્રેડિટ-ડેબિટકાર્ડમાં આ ઈશ્યુ નથી. આ મામલે મુસાફરોએ ફરિયાદો પણ કરી છે.
આ લોન્જ અને સર્વિસ પ્રોવાઈડર કંપની અને બેન્કો વચ્ચે ચાલતો આ ઈશ્યુ સત્વરે ઉકેલવાના પ્રયાસો જણાવી રહ્યા છે. જો કે, દેશના મુખ્ય એરપોર્ટ પર હાલમાં તો મુસાફરો મુશ્કેલીઓ વેઠવા મજબૂર બન્યા છે. લોન્જમાં સેવા કરારોનું ઉલ્લંઘન અને અણધારી રીતે સેવા સસ્પડ કરાઈ હોવાથી મુસાફરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.