Western Times News

Gujarati News

સોનું ૭૬ હજારને અને ચાંદી થઈ ૯૦ હજારને પાર

પ્રતિકાત્મક

તહેવારોની ચમકે સોનાને ચમકાવ્યું-જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનામાં રૂ.૧૧૯૦૮નો વધારો થયો

(એજન્સી)નવી દિલ્હી, હવે લગ્નસરા અને નવરાત્રી તેમજ દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. આ દરમિયાન લોકો સોના ચાંદીની ખરીદી કરતાં હોય છે પરંતુ સોનાના ભાવમાં પાછી ઉથલપાથલ જોવા મળી રહી છે. વાત કરીએ તો હાલ સોનાના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં વધારા પાછળ ઘણા કારણો છે

જેમાં વૈશ્વિક આર્થિક સ્થિતિ, યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો અને સમગ્ર વિશ્વમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. સોનાની કિંમત આજે એટલે કે ૨૫ સપ્ટેમ્બર તેની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે. ૨૫ સપ્ટેમ્બરે ભારતમાં સોનાની કિંમત ૭૬,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની આસપાસ હતી. બીજી તરફ ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.૯૨,૮૦૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

સોના અને ચાંદીના ભાવ દિવસેને દિવસે બદલાતા રહે છે. ૨૪ કેરેટ સોનાનો ભાવ ૭૬,૫૦૦ રૂપિયાના સ્તરને પાર કરી ગયો છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, લખનૌ, જયપુર, મુંબઈ, કોલકાતા જેવા સ્થળોએ ૨૨ કેરેટ સોનાની કિંમત ૭૦,૦૦૦ રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૪૯૬ રૂપિયા મોંઘી થઈ છે અને ૭૫૨૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગઈ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા ભાવની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. ચાંદીનો ભાવ રૂ.૯૨,૯૦૦ પર ટ્રેડ થઈ રહ્યો છે. સોના અને ચાંદીના આ દર આઈબીજેએ દ્વારા જારી કરવામાં આવ્યા છે. આના પર કોઈ જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ નથી. બુધવારે શરૂઆતના કારોબારમાં, ૧૦ ગ્રામ સોનું (આજનો ગોલ્ડ રેટ) ૦.૨૦% વધીને રૂ. ૭૫,૧૫૦ થયો હતો.

સ્ઝ્રઠ પર સોનું પહેલીવાર રૂ. ૭૫,૦૦૦ને પાર કરી ગયું છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ સોનાના ભાવમાં ૪.૭૪ ટકાનો વધારો થયો છે. તે જ સમયે, ચાંદીની કિંમત ૦.૧૮% ઘટીને ૯૨,૨૩૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, સ્પોટ ગોલ્ડના ભાવ ૦.૩% વધીને ૨,૬૬૫ ડોલર પ્રતિ ઔં સની ઉપર પહોંચી ગયા હતા, જે અગાઉના સત્રમાં ઇં૨,૬૩૦.૯૩ પ્રતિ ઔં સની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.

દિલ્હીમાં ૧૦ ગ્રામ ૨૨ કેરેટ સોનાની કિંમત ૭૦,૭૫૦ રૂપિયા અને ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૭,૧૭૦ રૂપિયા છે. મુંબઈમાં ૧૦ ગ્રામ ૨૨ કેરેટ સોનાની કિંમત ૭૦,૬૦૦ રૂપિયા અને ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૭,૦૨૦ રૂપિયા છે. કોલકાતામાં ૨૨ કેરેટ સોનાના ૧૦ ગ્રામની કિંમત ૭૦,૬૦૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામની કિંમત ૭૭,૦૨૦ રૂપિયા છે.

ચેન્નાઈમાં ૧૦ ગ્રામ ૨૨ કેરેટ સોનાની કિંમત ૭૦,૬૦૦ રૂપિયા અને ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૭,૦૨૦ રૂપિયા છે. અમદાવાદમાં ૧૦ ગ્રામ ૨૨ કેરેટ સોનાની કિંમત ૭૦,૬૦૦ રૂપિયા અને ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૭,૦૨૦ રૂપિયા છે. તહેવારો પહેલા સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે.

સોનું નવા રેકોર્ડને સ્પર્શીને ઈતિહાસ રચી રહ્યું છે. આગામી દિવસોમાં સોના અને ચાંદીમાં વધારો જોવા મળી શકે છે. આ વર્ષે સોનું ૭૮ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે ચાંદી પણ ૧ લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.