સેલવાસના અથાલ બ્રિજ પર આપઘાતની ઘટનાઓ રોકવા જાળી લગાવવાની શરૂઆત
(પ્રતિનિધિ) સિલવાસા, ગુજરાતની બોર્ડરને અડીને આવેલા કેન્દ્રશાસિત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના ૨૪ કલાક ટ્રાફિકથી વાહનોથી ધમધમતા અથાલ બ્રિજ, કે જ્યાંથી અનેક લોકો અગમ્ય કારણોસર એકવાર મોતનો કૂદકો મારી આપઘાત કરી ચૂક્યા છે.
અને આ બ્રિજ સુસાઇડ પોઇન્ટ બની ચૂક્યો છે. તો આ બ્રિજ પર ગુજરાત અને અન્ય રાજ્યોના બ્રિજ પર બ્રિજની બંને સાઈડે મુકેલી સેફટી જાળી ને જેમ અહીં આ બ્રિજ પર ને બાજુ સેફટી નેટ કે જાળી લગાવવાની ખૂબ જ સમયથી લોકોની માંગ ઉઠી રહી હતી જેથી આ બ્રિજથી નદીમાં છલાંગ લગાવી નદી મા આપધાત કરતા લોકોને જરૂરથી અટકાવી શકાય. આ બ્રિજ પરથી આપધાતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે.
અત્યાર સુધીમાં ઘણા જ લોકોએ આ બ્રિજ ઉપરથી મોતનો કૂદકો લગાવી પોતાનો જીવ ગુમાવેલ છે. જેને ધ્યાનમાં રાખી આવા આપઘાત કરનાર વ્યક્તિઓના જીવ બચાવવા ખાતર આખરે પ્રશાસન દ્વારા સેફટી ગ્રિલ લગાવવાનો નિર્ણય લઈ અથાલ બ્રિજ પર જાળી લગાવવાની શરૂઆત કરી છે
અને ત્યાં હાલમાં એક સેમ્પલ જાળી લગાવી એની વિભાગ પાસે સેમ્પલ ચેક કરાવવા પછી આખા બ્રિજ પર આવી જાળી ગોઠવવામાં આવશે જેથી આપઘાતની ઘટનાઓને રોકી શકાય તેમ છે.પ્રશાસન દ્વારા બ્રિજ પર પ્રોટેક્શન જાળી લગાવવાના નિર્ણયને સેલવાસના લોકો દ્વારા આવકારવામાં આવી રહ્યું છે.