તસ્કરોએ 6.5 તોલા સોનું અને રોકડ મળી ૪.૯૫ લાખની મત્તા ઉપર હાથફેરો કર્યો
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર પંથકની શ્રીનાથપાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી તિજોરીનું તાળું તોડી સમાન વેરવિખેર કરી તિજોરીઓ માંથી રોકડા ૪૦ હજાર અને ૪.૫૫ લાખના સોનાના દાગીના મળી
અંદાજે ૪.૯૫ લાખની મત્તા ઉપર અજાણ્યા તસ્કરો હાથફેરો કરી રફૂચક્કર થઈ જતાં મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવાના પ્રયાસો હાથધર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શ્રીનાથપાર્ક સોસાયટીના મકાન નંબર બી – ૫૨ માં રહેતા જયેશભાઈ ખુશાલભાઈ આહીરે ફરિયાદ નોંધાવી છે કે તેઓ યશ હસોપીટલમાં ઓટી આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે.જે તેઓના સમય પ્રમાણે નોકરી ઉપર ગયો હતો અને મારી સાસુ બીમાર હોય જેથી તેમના ખબર અંતર પૂછવા હોસ્પિટલે મારી પત્ની ઘરને તાળું મારીને ગયા હતા
તે દરમ્યાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી બેડરૂમ સાઈડની બારીની લોખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમનો તમામ ઘરવખરીનો સામાન વેરવિખેર કરી અજાણ્યા તસ્કરોએ તિજોરી નું તાળું તોડી રોકડા રૂપિયા ૪૦ હજાર તથા ઘરમાં રહેલ સોનાનો પાટલો,સોનાનો હાર,સોનાની ચેન,સોનાનું બ્રેસલેટ,સોનાની બુટ્ટી મળી ૪.૫૫ લાખના સોનાના દાગીના મળી કુલ ૪.૯૫ લાખની મત્તા ઉપર હાથફેરો કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ચોરી ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા સોસાયટી તથા આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત હાથધરી વધુ તપાસ પી.આઈ પી.જી.ચાવડા ચલાવી રહ્યા છે.