ચલાલી ગામમાં 10 દિવસથી નર્મદાનું પાણી બંધ થઈ જતાં ગ્રામજનો ભારે મુશ્કેલીમાં
(પ્રતિનિધિ) ગોધરા, દસ દસ દિવસથી ચલાલી ગામમાં નળમાં એક ટીપું પાણી નથી આવ્યું મહિલાઓને આટલી હદે તકલીફ પડે છે બે ત્રણ કિલોમીટર દૂર ચાલીને પાણી લાવવુ પડે છે દરવર્ષે આવી પાણીની વિકટ પરિસ્થતિ ઊભી થાય છે સરકારી તંત્ર દ્રારા કેમ કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ચલાલી ગામના પાણીના સંપમાંથી , ઘોડા તેમજ જાંબુડી ગામમાં નર્મદાનું પાણી પહોચતુ હતુ પરંતુ પંપ સેટ, મશીનરી ખરાબ થવાના કારણે છેલ્લા ૧૦ દિવસથી પાણી ન મળતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે આ અંગે ગામના નાગરિક દ્રારા નર્મદા વિભાગને ફોન કરી જાણ કરતા અધીકારીએ જણાવ્યું હતું કે ૨૫૦ રp ની મશીનરી છે
પંપ સેટ પણ જૂના થઈ ગયા છે કામ ગણું બધું છે પાણી ક્યારે આવે કોઈ નક્કી નહિ તેવો જવાબ આપ્યો હતો તંત્ર દ્વારા વહેલી તકે પાણી મળી રહે તેવી ગ્રામજનોની માંગ છે.પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ચલાલી ગામ આવેલું છે જેની વસ્તી લગભગ ૩ થી ૪ હજારની વસ્તી ધરાવે છે. અને ત્યા લોકો મુખ્યત્વે ખેતી તથા પશુપાલન પર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે
ગ્રામજનોને પાણીનો પુરવઠો પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે ચલાલી ગ્રામ પંચાયતમાં અનેક ટુબવેલ તેમજ કુવા આવેલા છે પરંતુ પાણીના સ્તર નીચે જતા રહ્યા હોવાથી પાણીનો અભાવ જોવા મળી રહે છે અને ગ્રામજનો માટે પાણી પૂરું ન પડતા નર્મદાનું પાણી લેવામાં આવી રહ્યુ છે. પરંતુ છેલ્લા ૧૦ દિવસથી ચલાલી પંચાયત વિસ્તારના રહીશો પાણી વગર ભારે મુશ્કેલીનો સમાનો કરી રહ્યા છે
ગામની મહીલાઓ તથા ગામની છોકરીઓ પાણી માટે નજીકની ગોમા નદીમાં કોતરો ઉતરી પાણીની વેરી ખોદી પાણી ભરી રહી છે. ગામના નાગરિક દ્વારા નર્મદા વિભાગને પાણીની સમસ્યા અંગે જાણ કરી તો અધિકારીઓ આંખ આડા કાન કરી રહી હોવાનું જણાય આવે છે. જ્યાં સુધી નર્મદા કેનાલનું પાણી નહીં આવે ત્યાં સુધી દૂર સુધી પાણી ભરવા જવાની તકલીફ વેઠવી પડે તેમ છે તંત્ર દ્વારા વહેલી તકે પાણી મળી રહે તેવી લોક માંગ ઊભી થઈ છે.