આયુર્વેદમાં મેદવૃદ્ધિ અને હૃદયરોગનો ઉપાય
મેદ-વૃદ્ધિ આયુર્વેદ ની દૃષ્ટિ અન્નનું અતિ સેવન, વારંવાર તથા લાંબા સમય સુધી સામાન્ય કરતાં પચવામાં વધારે સમય લે તેવો ભારે પદાર્થો ખાધા કરવાથી ,આમાશય ના રસો , આશયને યોગ્ય આરામ ના મળવાથી ફરીથી યોગ્ય પ્રમાણ માં સ્ત્રાવ નથી થતો તો ક્યારેક ઉત્પન્ન પણ નથી થતો, પાચન ક્રિયા માં સહાય કરતાં અગ્નિ અને પિત્ત મંદ પડી જાય છે
પરિણામે સામાન્ય કરતાં વધારે ભારે -દ્રવ, અભિશ્યન્દિ રસ-રક્ત નું નિર્માણ કરે છે અને તે હૃદય તથા બીજા નાજુક ભાગની સુક્ષ્મ ધમની-શીરા માં વહન થઇ શકતો નથી અથવા તો અવરોધ ઉત્પન્ન કરે છે .આવો આમ વાળો રસ શરીર અવયવો ને પોષણ આપવા અશક્તિ માન હોય છે. પહેલા લીધેલા ખોરાક પચ્યો ના હોય તે પહેલા તેના ઉપર ફરીથી ઓછું-વત્તું કઈ ખાવું તેને અધ્યશન્ કહે છે. તેનાથી આમાંશય યાંત્રિક રીતે તથા ક્રિયાત્મક રીતે વિક્ષિપ્ત થાય છે.
વારંવાર આવતા નવા અન્ન ને પાચક રસો પહોંચી વળતા નથી. પરિણામે પહેલા આવેલા ખોરાક નું કે પછી ખાધેલા ખોરાક નું સમ્યક પાચન થતું નથી અને અજીર્ણના અનેક રોગો થઇ કાચા-આમ રસ નું નિર્માણ થાય છે. તે હૃદય તથા અન્ય અવયવો માટે વિષ સમાન છે.
મળ-મૂત્રાદિ તેર વેગો ને રોકવાથી ,હાજત આપનારા અને હાજત રોકનારા જ્ઞાનતંતુ એના સંદેશ ની અથડામણ સુસુમ્ના નાડીવીક્ષીપ્ત થાય છે. તેથી મુખ્ય જ્ઞાનતંત્ર વિક્ષિપ્ત થતાં અંદર ના નાના અવયવો ને સુક્ષ્મ અને ઘનિષ્ટ સંબંધ ધરાવતો વાયુ પણ દુષિત થાય છે. વાયુ ની શક્તિ થી કામ કરવાવાળા કફ અને પિત્ત પણ બગડે છે.
હૃદય રોગ નું કારણ બને છે. વિચાર્યા વગરના અતિશય ઉપવાસ કરવા અથવા તો આયુર્વેદના નિયમોના પાલન કર્યા વગર મન ફાવે તેવી રીતે લંઘન નો ક્રમ ના જાળવવાથી આખું પાચન સંસ્થાન બગડે છે.
યોગ્ય પ્રમાણ માં વહેતા રહેલા રસ-રક્ત થીજ શરીર ટકે છે, હૃદય જેવા અવયવો ચોવીસ કલાક આરામ કર્યા વગર કામ કરે છે પણ જે ક્રમ-ઉપક્રમ વગર લંઘન કર્યા કરાય તો રસ-રક્ત નું સમ્યક નિર્માણ થતું નથી અને પરિણામે પોષણ અભાવથી હૃદય નબળું પડે છે, શારીરિક વાત વિકૃતિ થાય છે, શારીરિક ચેતના રસ ધાતુ માં રહેલા ક્ષારો પર આધારિત હોય છે, રસ તથા જળ ધાતુ ક્ષય થી હ્રુદય દૌર્બલ્ય અને મૃત્ય પણ થઇ શકે છે,
અત્યાધિક વિરેચન કે અતિસાર બન્નેથી મળ ધ્વારા જળ ધાતુ નો નાશ થઈને ઉપર કહેલી લંઘન જેવી સંપ્રાપ્તિ થતાં હૃદય દૌર્બલ્ય અને મૃત્યુ થાય છે. હૃદય ની આજુબાજુમાં કે હૃદય ઉપર કોઈપણ રીતે સીધી કે આડકતરી રીતે પ્રહાર થતાં હૃદયમાં રચનાત્મક અને ક્રિયાત્મક બાધા ઉત્તપન્ થતાં હૃદય ના કાર્યો નો નાશ(મંદ) પડે છે તેથી પણ હૃદય રોગ અને મૃત્યુ બન્ને થઇ શકે છે. લાંબા સમય સુધી વિધિ વિરુદ્ધ -ક્રમ વિરુદ્ધ ભોજન લીઘા કરવાથી પાચન ક્રિયા બગડી જાય છે;
અને અન્ન નું સમ્યક્ પાચન ન થતાં આમ નિર્માણ થાય છે. આ આમ બધા રોગો કારણ છે. તે બગડેલો રસ હૃદય ને અનેક રીતે હાની કરે છે. હૃદય અને મસ્તિષ્ક બન્ને વચ્ચે મનોવહ્ સ્ત્રોતસ છે. અતિશય આઘાત જનક સમાચાર સાંભળતાં, અતિ ચિંતન, ચિંતા ભય, દુખ , શોક અને રાસ થી મનોવહસ્ત્રોતસ વિકૃત થતાં હૃદય-મન પર તેની અસર પડે છે. તેથી યોગ્ય સમયે તેનું નિવારણ ન થાય તો હૃદય પર પડતા કાર્યભાર ને અનુકુળ થવા હૃદય ની ધમની-શીરા માં વિકૃતિ ઉભી કરે છે,
કાંતો બીજી અંતઃ સ્ત્રાવી ગ્રંથી પર ઉપરના કારણો થી અસર થઇ હૃદય ને અસર કરે છે. અતિશય શ્રમ થી હૃદય ને જ વધારે બોજો પડે છે. જો તે દરમ્યાન હૃદય ને જોઈતા જીવનીય તત્વો ન મળે તો હૃદય કાર્યભાર વહન ન કરતાં તે દુર્બળ થાય છે. બેસી રહેવું, વ્યાયામ ન કરવો, યોગ્ય શ્રમ-મહેનત ના અભાવે લીધેલા અન્ન નું પૂરેપૂરું દહન થતું નથી કાંતો ધાતુઓ ના અગ્નિ દ્વારા ઘણી વા રે પચે છે.-અથવા પચતા જ નથી;
આવા ના પચેલા રસ-રક્તાદી ધાતુઓ આગળ જતાં રસ-રક્ત સંવહન માં અવરોધ ઉભો કરે છે. દા.ત. કોલેસ્ટેરોલ હૃદય રોગ ના કારણો માંનું એક છે. અમ્લ-લવણ રસ નું અતિ સેવન અમ્લ અને લવણ રસ વધુ હોય તેવા આહાર નું વધારે સમય સુધી સેવન ચાલુ રાખતાં વિપાક માં તેવા દ્રવ્યો નું અતિ સેવન કરવાથી રસ ધાતુ નું દ્રવત્વ અને ક્લેદત્વ વધારી દે છે. તે રસ-રક્ત ની વિકૃતિ કરે છે. તેનાથી ઉત્પન્ન મૂત્ર અને સ્વેદ, ચામડી અને વૃક્કો પાસે વધારે કામ લે છે ,તે બધા અવયવો નો કાર્યભાર ને પહોંચી ન વળતાં આ ન ઉત્સર્જીત થયેલા કે ન પચેલા ક્ષારો અને અમ્લો શરીર માં રહી જાય છે અને ધમની-શીરા માં વિકૃતિ ઉભી કરે છે.
એ ખોરાક માં થી અગ્નીઓ ની મદદ થી સાતે ધાતુ નું તર્પણ અને નિયમન થાય છે. કોઈ પણ પ્રકાર નો અગ્નિ વિકૃત થાય કે બગડે તો તે ધાતુ ની વૃદ્ધિ– હ્રાસ થાય છે અને તેના પછી ની ધાતુઓ માં પણ સમ્યક ગુનોત્પત્તી થઇ શકતી નથી. આમ શરીર માં જઠરાગ્ની મંદ પડે છે અને માંસ તથા મેદ ધાતુ ના અગ્નિ બગડે છે તદુપરાંત જળ અને પૃથ્વી ભૂત ના અગ્નિ વિકૃત થાય ત્યારે શરીરમાં મેદ ધાતુ વધે છે. આ સુત્રો નું જ યાંત્રિક -તાંત્રિક પ્રત્યક્ષીકરણ આધુનીકોની મેદ ધાતુ ના ચયાપચય ક્રિયામાં જોવા મળે છે
.મેદ વધારે તેવા કારણો, કફ વધારે તેવા કારણો થી દુષિત રસ ધાતુ જયારે રક્ત સાથે ભળીને ઉપ્વૃક્ક માં આવેલા સ્ત્રાવ સાથે ભળે છે અને ત્યાં મેદ ધાતુ નું ચયાપચય ને લગતું પાચન-વિઘટન થાય પણ આ અગ્નિ મંદ હોય તો મેદ વધે છે. મેદ અને કફ થી સ્ત્રોત સો પુરાઈ ગયા હોય હોવાથી વાયુ અંદર ઘેરાય ને રહેવાથી આમાશય સ્થિત અગ્નિ વધારે પ્રજ્વલિત દેખાય છે તેથી મેદસ્વી ને વારંવાર ખોટી ભૂખ લાગે છે.
પણ આગળના સ્ત્રોતાસો માં અવરોધ હોવાથી મેદજ વધ્યા કરે છે. આ પ્રમાણે મેદસ્વી ને ભૂખ લગાવી તે સમ્યક્ જઠરાગ્ની નું લક્ષણ નથી પણ વિકૃતિ છે. સમ્યક્ અગ્નિ થી તો આહાર પછી તૃપ્તિ થવી જોઈએ. પણ મેદ-વૃદ્ધિ માં વારંવાર ભૂખ લાગે છે. અહીં પણ હાયપોથેલેમસ ગ્રંથી બરાબર કામ કરતી નથી વારંવાર લીધેલો ખોરાક મેદ તો વધારે છે. તદુપરાંત કાચો રસ(આમ) પણ વધારે છે.
જે હૃદય તથા બીજા અવયવો ને હાની કરે છે. જેમ મેદ વધારે તેમ તેને પોષણ આપવા માટે કેશ વાહિનીઓ પણ વધારે પ્રસરે છે. ફેલાય છે. આથી તેના પર કાર્યભાર વધતો જાય છે. માંસ અને મેદ ધાતુ ના અગ્નિ મંદ અથવા વિકૃત હોવાથી તે ધાતુ વધતાં આગળની ધાતુ નું પોષણ પુરતું થતું નથી.અને ક્રમશઃ જીવન શક્તિ ઓછી થાય છે. આયુષ્ય મર્યાદા પણ ઓછી થાય છે.
મેદ ધાતુ વધારે હોવાથી અપક્વ મેદ ધાતુ લોહી માં ફરે છે તેને જ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈ ગ્લીસરીઝ કહે છે. આગળ જતાં તેજ કફ-વાયુ નો સહારો લઇ ને સ્ત્રોતાસો નો રોધ કે ધમની કાઠીન્ય કરે છે. મેદસ્વી માતા-પિતા ના સંતાનો માં તેમના રંગ સુત્રો ના બંધારણ થી ઓબેસિટી ઉતરી આવે છે.
તેથી તો આયુર્વેદના આઠ પ્રકારના નિંદનીય પુરુષ માં મેદસ્વી ને ગણેલો છે. આગળ બતાવ્યું તેમ અગ્નીઓ ની દુર્બળતા કે વિકૃતિ થી એક ધાતુ ની વૃદ્ધિ થાય છે. ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથી પણ શરીર ના ચયાપચય ઉપર સારો એવો કાબુ ધરાવે છે. આ અંતઃસ્રાવીગ્રંથીઓ પણ શરીર ના ભૂતાગ્નીઓ જ છે. તેના હ્રાસ-વિકૃતિ થી પણ મેદ ધાતુ વધે છે.
ઔષધિ- હ્રદયરોગ ઃ અર્જુન મેદવૃદ્ધિ, રક્તદોષ, અને ભસ્મક રોગોનો નાશ કરે છે. અર્જુન હ્રદયરોગની ખાસ દવા છે. તે હ્રદયની ધમનીમાં જામેલ લોહીને વિખેરી નાંખે છે. લોહીના પ્રમાણમાં વધારો કરે છે, હ્રદયનો સોજો અને રક્તમાંના કોલેસ્ટ્રોલ (ચરબી તત્વ) ને ઘટાડે છે. તે લોહીનું દબાણ ઘટાડે છે તથા પેશાબ સાફ લાવી દર્દીનું
આયુષ્?ય, આરોગ્ય અને દેહકાંતિ વધારે છે
અર્જુન છાલનું ચૂર્ણ ૩ ગ્રામ રોજ મધ સાથે સવાર લેવું. અથવા તે ચૂર્ણની ટેબલેટ કે અર્જુનારિષ્?ટ નામની પ્રવાહી દવાની ૩-૪ ચમચી રોજ પીવાથી હ્રદયના અનેક રોગોમાં આશાતીત લાભ થાય છે. હ્રદયરોગ, જીર્ણ તાવ અને રક્તસ્ત્રાવ ઃ અર્જુનછાલ ચૂર્ણ તથા જેઠીમધ ચૂર્ણ સમભાગે મેળવી ૧ ચમચી જેટલું ઘી, દૂધ કે ગોળના શરબત સાથે રોજ લેવું.