Western Times News

Gujarati News

TRASSIR ઈન્ડિયાએ અમદાવાદમાં હિસ્સેદારો માટે પ્રથમ ‘ટેક મીટ’ ઇવેન્ટનું આયોજન કર્યું

ઇવેન્ટમાં અગ્રણી હિસ્સેદારોને લેટેસ્ટ પ્રોડક્ટ્સ અને નવીનતમ એઆઈ-સંચાલિત સોલ્યુશન્સ રજૂ કરવામાં આવ્યા

અમદાવાદ, 25 સપ્ટેમ્બર – વીડિયો સર્વેલન્સ સિસ્ટમ્સ અને સિક્યોરિટી સોલ્યુશન્સમાં વિશ્વની અગ્રણી TRASSIRની સંપૂર્ણ માલિકીની પેટા કંપની TRASSIR ઈન્ડિયાએ સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ, રિજનલ ડિસ્ટ્રીબ્યુટર્સ અને કન્સલ્ટન્ટ્સ સહિતના તેના હિસ્સેદારો માટે 20 સપ્ટેમ્બર, 2024ના રોજ અમદાવાદમાં તેની પ્રથમ ‘ટેક મીટ’ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. Trassir India Hosts Inaugural ‘Tech Meet’ Event For Stakeholders In Ahmedabad

આ ઇવેન્ટમાં એઆઈ-આધારિત વીડિયો મેનેજમેન્ટ અને એનાલિટિક્સ સોલ્યુશન્સ તથા સીસીટીવી કેમેરા અને એનવીઆર જેવી હાર્ડવેર ઓફરિંગ્સ સહિતની કંપનીની નવીનતમ પ્રોડક્ટ રેન્જ અને આધુનિક ટેક્નોલોજી રજૂ કરવામાં આવી હતી. કંપનીએ ભારત અને ખાસ કરીને ગુજરાત માટે તેની મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાઓ પણ જાહેર કરી હતી. આગામી વર્ષે TRASSIR ઈન્ડિયા ગુજરાતથી પ્રારંભ કરીને સમગ્ર દેશમાં કેપ્ટિવ એક્સપિરિયન્સ સેન્ટર્સ ઊભા કરશે. આ ઉપરાંત TRASSIR ઈન્ડિયા નવીનતા આગળ ધપાવવા અને પ્રાદેશિક બજાર માંગને પહોંચી વળવા માટે તેના સ્થાનિક ઉત્પાદન તથા આરએન્ડડી સેન્ટર્સને પણ વિસ્તારશે.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન TRASSIRના ઇન્ટરનેશનલ સેલ્સના હેડ શ્રી નિકિતા કોલિકોવ તથા TRASSIR ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર શ્રી સાંઈકુમાર શંકરે કર્યું હતું.

“અમે અમારા હિસ્સેદારો માટે વિવિધ રેન્જની પ્રોડક્ટ રજૂ કરતા અને ગુજરાતમાં અમારી હાજરી વિસ્તારવા માટેના નવા માર્ગો શોધતા રોમાંચ અનુભવીએ છીએ. બહોળા પ્રેક્ષકવર્ગ સમક્ષ અમરી ટેક્નોલોજીને લાવવામાં તેમની ભૂમિકા મહત્વની છે અને અમે સફળ ભાગીદારી બનાવવા માટે આતુર છીએ. આગામી વર્ષે અમે ગુજરાતમાં અને ભારતભરના મહત્વના બજારોમાં કંપનીના એક્સપિરિયન્સ સેન્ટર્સ તથા પ્રાદેશિક ઓફિસો ઊભી કરીશું. આ ઉપરાંત અમે સોફ્ટવેર અને હાર્ડવેર ડેવલપમેન્ટ બંને પર ધ્યાન આપવા સાથે સ્થાનિક ઉત્પાદન એકમો અને આરએન્ડડી સેન્ટર્સ વિસ્તારવાની પણ યોજના ધરાવીએ છીએ જેથી પ્રદેશમાં નવીનતા માટેની વધી રહેલી માંગને પૂરી કરી શકાય” એમ TRASSIR ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર શ્રી સાંઇકુમાર શંકરે જણાવ્યું હતું.

આ કાર્યક્રમનો ઉદ્દેશ સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ, રિજનલ ડિસ્ટ્રીબ્યુટર્સ અને કન્સલ્ટન્ટ્સને TRASSIRની લેટેસ્ટ ઓફરિંગ્સ તથા ટેક્નોલોજીકલ પ્રગતિથી વાકેફ કરાવવાનો હતો. ઉપસ્થિત લોકોને કંપનીની વ્યાપક પ્રોડક્ટ લાઇન-અપથી પરિચિત કરાવવામાં આવ્યા હતા અને TRASSIRની ટીમ સાથે નેટવર્કિંગ કરવાની તક આપવામાં આવી હતી જેથી કંપનીના અત્યાધુનિક સોલ્યુશન્સમાં વધુ ગહન આંતરદ્રષ્ટિ મેળવી શકાય.

“અમે ગર્વભેર વિશ્વભરમાં 15,000થી વધુ ક્લાયન્ટ્સને સેવાઓ પૂરી પાડીએ છીએ અને તેમની ચોક્કસ જરૂરિયાતો મુજબ આધુનિક સોલ્યુશન્સ ઓફર કરીએ છીએ. અમારા ઇનોવેશન્સ ત્રણ સમર્પિત આરએન્ડડી સેન્ટર્સ દ્વારા સંચાલિત છે. આ સેન્ટર્સ સતત સર્વેલન્સ ટેક્નોલોજીની સીમાઓ ઓળંગી આગળ વધે છે. હાલ TRASSIRની સિસટમ્સ 50 દેશોમાં લાગુ છે જે વિશ્વભરમાં ભરોસાપાત્ર અને વિસ્તારી શકાય તેવા ઇન્સ્ટોલેશન્સ પૂરા પાડે છે.

અમે અમારા ડીલર્સને વ્યાપક સપોર્ટ દ્વારા સમર્થિત સ્પર્ધાત્મક ભાવે લેટેસ્ટ ટેક્નોલોજીકલ ડેવલપમેન્ટ્સ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારું લક્ષ્ય અમારા પાર્ટનર્સને વાસ્તવિક બિઝનેસના પડકારોનું અસરકારક રીતે સમાધાન લાવવા માટે સશક્ત બનાવવાનો છે જેથી આ સ્પર્ધાત્મક બજારમાં પારસ્પરિક વિકાસ અને સફળતા સુનિશ્ચિત કરી શકાય”, એમ શ્રી શંકરે જણાવ્યું હતું.

વર્ષ 2002થી સીસીટીવી સર્વેલન્સમાં બે દાયકા કરતાં વધુના અનુભવ સાથે TRASSIR એ સિક્યોરિટી ઉદ્યોગમાં એક વિશ્વસનીય નામ તરીકે પોતાને સ્થાપિત કરી છે. નવી મુંબઈના વશીમાં મુખ્ય મથક ધરાવતી TRASSIR ઈન્ડિયા બેંકિંગ, વેરહાઉસીસ, હોરેકા, શિક્ષણ સંસ્થાઓ, રિટેલ, મેન્યુફેક્ચરિંગ, સ્માર્ટ સિટીઝ અને સરકાર સહિતના વિવિધ સેક્ટર્સમાં વિવિધ પ્રકારના ક્લાયન્ટ્સને સેવાઓ પૂરી પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.