પીએમએવાય યોજના અંતર્ગત બંગાળને ત્રણ વર્ષથી ફંડ મળ્યું નથીઃ મમતા બેનરજી

File
કર્ણાટક, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે કેન્દ્રની ભાજપ સરકાર પર છેલ્લા ત્રણ વર્ષોથી વડાપ્રધાન આવાસ યોજના(પીએમએવાય) અંતર્ગત રાજ્ય સરકારને ફંડ નહીં આપવાનો આરોપ લગાવ્યો છે.
બોલપુરમાં વહીવટીય સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષોથી અમને પીએમએવાય અંતર્ગત કોઈ ફંડ મળ્યું નથી. કુલ ૧.૭૦ લાખ કરોડ રૂપિયાનું કેન્દ્રીય ફંડ અમને મળવાનું હજુયે બાકી છે.
તેમ છતાં, અમે અમારા મર્યાદિત સંસાધનોથી યથાશક્તિથી વધુ ઘર ફાળવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. આ સાથે મમતા બેનરજીએ જણાવ્યું કે, જિલ્લામાં ૧૧ લાખ ઘરો માટે જ પૈસા રિલીઝ કરવામાં આવશે.
તેમજ પૂરના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓના સમારકામનો ખર્ચ ધારાસભ્યોને અપાતી વિકાસલક્ષી ગ્રાન્ટમાં કરાશે. રાજ્યમાં પૂરની સ્થિતિ પર બોલતા મુખ્યમંત્રી બેનરજીએ જણાવ્યું કે, જોકે હજુ સ્થિતિમાં કેટલીક હદ સુધી સુધારો થયો છે, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુયે પાણી ભરાયેલા છે.
આ સાથે તેમણે ઉમેર્યું કે એ પણ દુર્ભાગ્યપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળમાં ફક્ત વરસાદને કારણે જ પૂર આવતું નથી, પરંતુ ઝારખંડમાંથી છોડવામાં આવતા પાણીને કારણે પણ રાજ્યમાં પૂર આવે છે.SS1MS