પરીક્ષામાં ૨૦ માર્ક્સ લાવનારને ૩૦ મળ્યાં છે, પાસ નથી થયાંઃ અમિત શાહ
નાગપુર, કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં ગૃહમંત્રી અમિત શાહે તેને એવા વિદ્યાર્થી સાથે સરખાવ્યા હતા કે જેને ૩૦ ટકા માર્ક્સ તો મળ્યા છે, પરંતુ તેણે પરીક્ષા પાસ નથી કરી. જો કોઇને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીના પરિણામો સમજવા હોય તો તે આ દાખલો જોઇ શકે છે.
બે વિદ્યાર્થીઓ છે. એક ભણવામાં હોશિયાર છે અને તે દરેક પરીક્ષામાં ૯૦ ટકા માર્ક્સ મેળવે છે. બીજી બાજુ અન્ય વિદ્યાર્થીને પરીક્ષામાં માત્ર ૨૦થી ૨૫ માર્ક્સ જ મળતાં હોય છે. પરંતુ એક પરીક્ષામાં ૯૦થી ૯૫ ટકા માર્ક્સ મેળવનારને ૮૦ ટકા માર્કસ મળે છે.
બીજી બાજુ ૨૦ માર્ક્સ મેળવનાર ૩૦ માર્ક્સ લઇ જાય છે. મહારાષ્ટ્રમાં ભાજપના કાર્યકરોને સંબોધતાં ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે પરંતુ હકીકત એ છે કે ૩૦ ટકા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરી નથી. આ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની અમેરિકાની સફળ યાત્રા માટે અભિનંદન પાઠવ્યા છે. આ સાથે અમિત શાહે કહ્યું કે, મોદીના નેતૃત્વે ફક્ત ભારતના કદને એક એવા રાષ્ટ્ર તરીકે વધાર્યું છે, જેમનું સૌ કોઈ સાંભળે છે, પરંતુ એક એવા રાષ્ટ્ર તરીકે પણ, જેને દરેક દેશ માનવતાના ઉત્કર્ષમાં ભાગીદાર તરીકે સ્વીકાર કરે છે.
મોદીના કૂટનીત સિદ્ધાંતોને વધુ મજબૂત કર્યા છે, જેનાથી છેલ્લા ૧૦ વર્ષોમાં ભારતને વૈશ્વિક પરિવર્તનકર્તાના રૂપમાં આગળ વધાર્યું છે. અમિત શાહે એ બાબતનો પણ સ્વીકાર કર્યો કે સફળ ક્વાડ શિખર સંમેલન, ‘મોદી અને અમેરિકા’ મેગા સામુદાયિક કાર્યક્રમ અને ‘ભવિષ્યના સંયુક્ત રાષ્ટ્ર શિખર સંમેલન’ વિશ્વભરમાં વડાપ્રધાન અજોડ લોકપ્રિયતાને દર્શાવે છે.SS1MS