Western Times News

Gujarati News

૬.૨૨ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં ૩ ઇન્વેસ્ટીગેશન રુમ સહિતની અદ્યતન સુવિધાઓનો

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે નવનિર્મિત જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની મુલાકાત લીધી

તા.૩જી ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરી અને અદ્યતન જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરનું ઉદ્ઘાટન

અમદાવાદ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ ખાતે નવી પોલીસ કમિશ્નરશ્રીની કચેરીની મુલાકાત લીધી હતી. તે ઉપરાંત નવનિર્મિત જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ પ્રકારનું ઇન્ટ્રોગેશન સેન્ટર રાજ્યમાં પ્રથમવાર નિર્માણ થવા જઈ રહ્યું છે જેની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

આગામી તા.૩જી ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરીનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે. સાથે સાથે નવનિર્મિત આ અદ્યતન જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયઅમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ સ્થળ મુલાકાતમાં જોડાયા હતા.

અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં ૫૯૦૭ ચો.મીટર વિસ્તારમાં અંદાજીત રૂ.૬.૨૨ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં કોન્ફરન્સ હોલ,

૩ ઇન્ટ્રોગેશન રુમ૩ ઇન્વેસ્ટીગેશન રુમકિચન તથા કેન્ટીનબે એસ.આર.પી. ગાર્ડ રુમઆર.સી.સી. ઇલેક્ટ્રિક વાયર સાથેની ૩૦ ફૂટ ઊંચી કંમ્પાઉન્ડ વોલગાર્ડનઆર.સી.સી. રોડ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં ૧૬ પુરુષ બેરેક અને ૦૨ મહિલા બેરેક મળી અંદાજીત ૭૬ વ્યક્તિઓની ક્ષમતા હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.