Western Times News

Gujarati News

વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ 18 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા: 24 ટકાનો વધારો

Ø  વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ૨૪ ટકાનો વધારો

Ø  ગુજરાતમાં આવતા પ્રવાસીઓની મુખ્ય બિઝનેસધાર્મિકલીઝરઅને હેરીટેજ એમ ચાર કેટેગરી

Ø  આધ્યાત્મિક પ્રવાસનમાં ૧.૬૫ કરોડ પ્રવાસીઓ સાથે ‘અંબાજી’ જ્યારે બિઝનેસમાં ૨.૨૬ કરોડ સાથે અમદાવાદ પ્રથમ

Ø  વર્ષ દરમિયાન ૨૩ લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે

ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૨૭ સપ્ટેમ્બરે ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ગુજરાતનો  પ્રવાસનબિઝનેસરોજગારીઆધ્યાત્મિક તેમજ ઔદ્યોગિક રોકાણ સહિત તમામ ક્ષેત્રે ૩૬૦ ડિગ્રી વિકાસ થયો છે જેની નોંધ આજે સમગ્ર વિશ્વ લઇ રહ્યું છે. વર્તમાનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસની આ શ્રૃંખલાને અવિરત આગળ ધપાવી રહ્યા છે ત્યારે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યમાં ગત વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૧૮.૫૯ કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા છે તેમ,પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.

 પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈએ ગુજરાતની મુલાકાતે આવેલા પ્રવાસીઓ અંગે વિગતવાર માહિતી આપતા કહ્યું હતું કેસુરક્ષા અને શાંતિ માટે ઓળખાતા ગુજરાતની વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કુલ ૧૮.૫૯ કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતીઆમાં ૧૭.૫૦ કરોડ સ્થાનિક પ્રવાસીઓ તેમજ ૨૩.૪૩ લાખ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જેમાં ૧૧.૩૮ કરોડથી વધુ પ્રવાસીઓએ એક દિવસ માટે જ્યારે ૭.૨૧ કરોડથી વધુ પ્રવાસીઓએ રાત્રિરોકાણ કર્યું હતું. જે ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ૧૪.૯૮ કરોડ હતી એટલે કેગયા વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ૨૪.૦૭ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે તેમમંત્રીશ્રીએ
ઉમેર્યું હતું.

પ્રવાસન મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કેભારતભરમાંથી મુખ્યત્વે ધાર્મિકબિઝનેસહેરિટેજ અને લીઝર એટલે કે પોતાના વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવાઅને એમ ચાર ક્ષેત્રે રસ ધરાવતા પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે.

 મંત્રી શ્રી મુળુભાઈએ જણાવ્યું હતું કેધાર્મિક પ્રવાસન ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે ત્યારે દેશભરમાંથી  સૌથી વધુ ૧.૬૫ કરોડ માઈ ભક્તોએ અંબાજી ખાતે માં અંબાના દર્શનનો લાભ લીધો છે. જ્યારે દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મંદિર ખાતે ૯૭.૯૩ લાખદ્વારકા ખાતે ૮૩.૫૪ લાખમહાકાળી મંદિર પાવાગઢ ખાતે ૭૬.૬૬ લાખ તેમજ ડાકોર ખાતે ૩૪.૨૨ લાખ એમ કુલ મળીને ૪૫૭.૩૫ લાખ પ્રવાસીઓએ દર્શનનો લાભ લીધો છે.

જ્યારે બિઝનેસના હેતુથી સૌથી વધુ અમદાવાદમાં ૨.૨૬ કરોડથી વધુ જ્યારે સુરતમાં ૬૨.૩૧ લાખવડોદરામાં ૩૪.૧૫ લાખરાજકોટમાં ૧૮.૫૯ લાખ અને ભરૂચમાં ૧૭.૭૨ લાખ એમ કુલ ૩૫૮.૭૭ લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી હતી.

લીઝર એટલે કે વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવા અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર ૭૯.૬૭ લાખસાબરમતી રિવરફ્રન્ટની ૪૪.૭૬ લાખસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૪૩.૫૨  લાખ ,સાયન્સ સિટીની ૧૩.૬૦ લાખ તેમજ ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાની ૧૧.૩૯ લાખ એમ મળીને કુલ ૧૯૨.૯૬ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.આજ રીતે હેરીટેજ એટલે કેસાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસામાં ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. જે

ના ભાગરૂપે ઐતિહાસિક શહેર વડનગરની ૬.૯૩ લાખપોરબંદર ખાતે આવેલા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ એવા કીર્તિ મંદિરની ૪.૦૬ લાખગાંધીનગર ખાતે સ્થિત અડાલજ વાવની ૩.૮૬ લાખયુનેસ્કોની યાદીમાં વૈશ્વિક વારસામાં સ્થાન પામેલ પાટણમાં રાણી કી વાવની ૩.૮૩ લાખ,  તેમજ એકમાત્ર સૂર્ય મંદિર મોઢેરાની ૩.૮૧ લાખ એમ મળીને કુલ ૨૨.૪૯ લાખ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી જે ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.

ગુજરાત રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને વધુને વધુ વેગ મળે અને ગુજરાત રાજ્યમાં આવતા પ્રવાસીઓને પ્રવાસનક્ષેત્રને વધુ વિકલ્પ મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા નવા પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવ્યા છેજેમ કે બોર્ડર ટુરિઝમ તરીકે -નડાબેટ અને કચ્છના સરક્રિક ખાતે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટડાયનોસોર ફોસીલ પાર્ક-બાલાસિનોરપોરબંદરના મોકરસાગર ખાતે વેટલેન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટબેટ-દ્વારકા ખાતે ટુરિસ્ટ ફેસીલીટી નો વિકાસ,

ધરોઇ ડેમનો વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકાસગુજરાતની ઓળખ સમા એશિયાટિક લાયનના વિસ્તાર એવા ગીરની આસપાસના સ્થળોને આવરી લઈને ગ્રેટર ગીર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અને બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુરને વૈશ્વિક  કક્ષાના બીચ તરીકે વિકસાવવાના કામો હાલ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે તેમતેમણે ઉમેર્યું હતું.  

આમ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગના વિકાસને સતત વેગ આપવાથી દેશ-વિદેશના પ્રવાસીઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જેના પરિણામે આ વિસ્તારોમાં સ્થાનિક રોજગારીનું પ્રમાણ વધ્યું છે જેનો સીધો લાભ રાજ્યના નાગરિકોને મળી રહ્યો છે તેમમંત્રીશ્રીએ ઉમેર્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.