અમેરિકાના ચૂંટણીલક્ષી રાજનિતિના માહોલ વચ્ચે PM મોદીની રાજકીય મુલાકાત અને તેમનું “રાજકીય મૌન” એ….
ભારતની ભવિષ્યના અમેરિકન વલણને દિશા આપનારૂં બની રહેશે ?!
તસ્વીર અમેરિકાના વ્હાઈટ હાઉસની છે ! તેમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પહોંચીને ભારત માટે રાજકીય મુત્સદ્દીગીરીનો પ્રભાવ ઉભો કરી આવ્યા છે ! પરંતુ રાજનિતિમાં સેન્ડવીચ રાજકારણ વચ્ચે ભારતના હિતથી આર્થિક નિતિ રચીને તેઓ પરત આવી ગયા છે !
પરંતુ શ્રી નરેન્દ્રભાઈ માદીની એક આવડત છે ! જેમ કે મણિપુર આંતકવાદમાં તેઓ બોલતા નથી ! પ્રસાદ ભેળસેળમાં પણ તેઓ ચુપ છે ?! હિન્દુ – મુસ્લિમની રાજનિતિમાં સંયમ દાખવી રહ્યા છે ?!
અને ૩૭૦ ની કલમ નાબૂદી પછી પણ વકરેલા આંતકવાદ સામે મુદ્દો કઈ રીતે ડાઈવર્ટ કરવો એ તેમની આગવી આવડત છે ! આમ રાજકારણમાં ‘મૌન’ પણ એક મુત્સદ્દીગીરીની ભાષા છે ત્યારે અમેરિકાની રાજનિતિ રંગ લાવશે ને ભરત માટે પણ દિશા નકકી કરશે એવું જણાય છે ! જોઈએ વ્હાઈટ હાઉસમાં કોણ બેસે છે ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
અમેરિકાની નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત રાજકીય નહીં પણ આર્થિક વ્યવસાયિક રાજનિતિનો ભાગ હતો ?!
અમેરિકામાં ડેમોક્રેટીક પક્ષના ઉમેદવાર તરીકે કમલા હેરિસનું પલ્લુ ભારે હોવા પાછળ તેમનું વ્યક્તિત્વ અને વિચારધારા અને મજબુત ટેકેદારોનો ચક્રવ્યુહ છે ?!
અમેરિકાના સોલીસીટર જનરલ રોબર્ટ જેકસને કહ્યું હતું કે, ‘ભુલોમાંથી નાગરિકોને બહાર કાઢવા એ સરકારનું કામ નથી ! સરકાર ભુલ કરે તો તેને ખાડામાંથી ઉગારવાનું કાર્ય નાગરિકોનું છે’!! અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીએ કહ્યું છે કે, ‘લોકતંત્રમાં એક મતદારની અજ્ઞાનતા પણ બાકીના મતદારો માટે જોખમી છે’!! અમેરિકામાં ‘પ્રમુખ’ પદની ચૂંટણીમાં અભૂતપૂર્વ ચૂંટણી જંગ જામ્યો છે !
ચૂંટણી જીતવા ભૂતપૂર્વક વિવાદાસ્પદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નિતિ એ ઈમીગ્રેશન વિરૂધ્ધ છે ! જે કદાચ ભારતીય મતદારો પસંદ ન કરે ! જયારે શ્રી નરેન્દ્રભાઈ મોદી ટ્રમ્પના મિત્ર છે ! બીજી તરફ પ્રમુખ પદના ઉમેદવાર કમલા હેરિસ એ ભારતીય કૂળના છે ! માટે શ્રી નરેન્દ્રભાઈ મોદી તેના વિરૂધ્ધ મુત્સદ્દીગીરીથી પણ ઈશારો કરી શકે તેમ નથી ?! ત્યારે અમેરિકન મતદારો કોને જીતાડશે ?! શ્વેત ડોનાલ્ડ ટ્રમ્પને કે અશ્વેત કમલા હેરિસને ?! આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અને અમેરિકાના ચૂંટણી જંગમાં ભારતની સેન્ડવીચ થઈ રહી છે તેમાં રાજકીય કુનેહબાજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “બેઘોડા” પર સવારી કરીને તટસ્થ રહી શકશે ?!
અમેરિકાના પ્રમુખ રોનાલ્ડો રિગને કહ્યું છે કે, ‘રાજકારણ એ વિશ્વનો બીજા નંબરનો સૌથી જુનો વ્યવસાય હોવો જોઈએ ! જેના પહેલા નંબરના વ્યવસાય સાથે ઘણું સામ્ય છે’!! અમેરિકાની ચૂંટણી એ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ વચ્ચેનું ચૂંટણી યુદ્ધ ભલે હોય પણ હવે એ અમેરિકન મતદારોની કસોટી કરશે ?! અમેરિકામાં આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગયા હતા !! અને તેઓની પણ કસોટી છે !
ડોનાલ્ડ ટ્રમ્પ મિત્ર છે ! કમલા હેરિસ ભારતીય કુળના છે ! ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી અમેરિકાની તાકાતથી માહિતગાર છે ! અને અમેરિકા લોકશાહી વિચારધારાનું નેતૃત્વ કરે છે ! જયારે રશિયા એ સામ્યવાદી વિચારધારાનું નેતૃત્વ કરે છે ! માટે રશિયા અને ચીનને સારૂં બને તે છે અને બનતું રહેવાનું પણ છે ! ખૂદ રશિયન પ્રમુખ પુતિને કમલા હેરિસને પ્રમુખ પદના ઉમેદવાર તરીકે પસંદ કરે છે !
ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી હિંમત કરી ખુલ્લી રીતે કહી શકે તેમ નથી કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને પસંદ કરે છે ! આંતરરાષ્ટ્રીય રાજકીય મુત્સદ્દીગીરી વચ્ચે ભારતની હાલત ‘કફોડી’ છે ! છતાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ રીતે પત્તા ઉતરવા એ શ્રી નરેન્દ્રભાઈ મોદી સારી રીતે જાણે છે ! ઘર આંગણે ભા.જ.પ. નબળું પડી રહ્યું છે ! ત્યારે ચારે તરફથી ડેમેજ કંટ્રોલ કરવાનું કામ શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે ! આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આજની દુનિયા આર્થિક સમૃÂધ્ધ પર ચાલે છે !
અને રાજકીય નેતાઓની સીન્ડીકેંટ પર આંતરરાષ્ટ્રીય રાજકારણ નિર્ભર છે ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાવધાનીપૂર્વક રાજકીય બાજી ચીપી રહ્યા છે ! અને તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી રીતે મદદ કરી શકે તેમ નથી કારણ કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની પણ સત્તા ટકાવી રાખવાની છે.
પ્રમુખ પદ ઉપર કમલા હેરિશ શા માટે મેદાન મારી શકે છે ?! કારણ કે તેમના ઉદારમતવાદી વિચાર ધારા તેમજ લોકશાહીના વૈશ્વિક નેતૃત્વને ટકાવી રાખવાની ક્ષમતા છે !
અમેરિકામાં ડેમોક્રેટીક પક્ષની વિચાર ધારા ઉદારમતવાદી અને માનવતા વાદી અને લોકશાહી મૂલ્યોના રક્ષણની રહી છે ! અગાઉ અમેરિકામાં ડેમોક્રેટીક પક્ષના ઉમેદવારો પ્રમુખ પદ ઉપર ચૂંટાયા તેમાં વિશ્વ વિખ્યાત પ્રમુખ થેમસ જેફરસન, જેમ્સ મેડિસન, જહોન એડમ્સ, ફ્રેન્કલીન રૂઝવેલ્ટ, જહોન એફ. કેનેડી, જીમી કાર્ટર, વિલીયમ કલીન્ટન, બરાક ઓબામા, જો. બાઈડેન છે ! તેઓએ અમેરિકા માટે જ નહીં લોકશાહી માટે ઘણું કર્યુ છે !
કમલા હેરિસ એ લોકશાહી સમાનતાનો તેમજ ત્યાગની વાત કરે છે ! જેનાથી લોકો પ્રભાવિત થઈ રહ્યા છે ! ભાષણમાં જે બોલે છે એ હૃદયથી બોલે છે આ હૃદયસ્પર્શી અપીલ તેમની જીતનું કારણ બનશે ! અમેરિકાના મહિલા મતદારોનો જોક કમલા હેરિશ તરફ વધતો જાય છે ! અમેરિકન પ્રમુખ પદ ઉપર અમેરિકનો પ્રથમ વાર મહિલા પ્રમુખને પ્રસ્થાપિત કરશે ! એવો પણ માહોલ સર્જાયો છે ! ભારતીય માતાની કૂખે જન્મ લીધેલા કમલા હેરિસ મહિલાઓ વતી સંઘર્ષ કરતા રહ્યા છે ! અને આત્મબળ અને જુસ્સો જ તેમને વિજયની વરમાળા પહેરાવશે એવા સંકેતો મળે છે !
ડોનાલ્ડ ટ્રમ્પની રાજનિતિ એ આક્રમક રહી છે ! અને અમેરિકન મિડીયા સાથે પણ ટકરાતા રહ્યા છે અને પોતે વ્યક્તિગત રીતે ‘રાષ્ટ્રવાદ’ની વાત કરે છે ! પણ રાષ્ટ્રવાદીને અમેરિકાની કોર્ટે દોષિત ઠરાવ્યા છે ! ત્યારે અમેરિકન મતદારોને ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રવાદ પર કેટલો ભરોસો કરે છે એ જોવાનું રહે છે ?!
અમેરિકાની રાજનિતિમાં રિપબ્લિકન પક્ષે અમુક શ્રેષ્ઠ રાષ્ટ્ર પ્રમુખ આપ્યા છે તે પણ ભુલી શકાય તેમ નથી ! અમેરિકાના રિપબ્લિકન પક્ષમંથી વિશ્વ વિખ્યાત પ્રમુખ અબ્રાહમ લિંકન ચૂંટાયા હતાં અને તેમણે ગોરા – કાળાનો ભેદ દુર કરવા પોતાની જાનની બાજી લગાવી દીધી હતી ! થિયોડોર રૂઝવેલ્ટ, ડવાઈટ ડેવીડ, આઈજન હોવર, જેરાલ્ડ ફોર્ડ, રોનાલ્ડ રિગન, જયોર્જ બુશ જેવા અનેક શ્રેષ્ઠ પ્રમુખો આપ્યા છે ! જેમણે અમેરિકાની પ્રતિભા વધારી છે !
ડોનાલ્ડ ટ્રમ્પ એ આંતરરાષ્ટ્રીય સૂઝ ધરાવતા ઉમેદવાર છે ! રાષ્ટ્રવાદ એ એમનો મુખ્ય મુદ્દો છે ! અમેરિકન યુવા મતદારોને આર્કષવા માટેનો મુદ્દો ચૂંટણી પ્રચારમાં ઉઠાવ્યો છે ! અને અમેરિકાના પ્રશ્નો ઉકેલવા માટે તેઓ વધારે સક્ષમ છે !
એ મુદ્દો તેમનો પ્રચાર વ્યુહ છે ! છતાં તેઓ પ્રોફેશનલ પોલીટીશીયન વધારે છે ! અને પોતાની હાર પછી તેમણે ઉદ્દામવાદી ટેકેદારોને આગળ કરીને અમેરિકાની રાજનિતિમાં અનેક વિવાદાસ્પદ વ્યુહ અપનાવ્યો છે ! જો રાષ્ટ્રવાદનો મુદ્દો ચાલી ગયો તો તેમને સફળતા મળશે ! અને ભારતીય બુÂધ્ધજીવીઓ કમલા હેરિસ સાથે રહેશે તો તેમને એક થી દોઢ ટકા મતનો ફરક પડશે એ જોતાં કાંટાળી ટકકર યોજાશે !!
“સરકાર ભુલ કરે તો તેને ખાડામાંથી ઉગારવાનું કામ નાગરિકોનું છે” – રોબર્ટ જેકસન !!