Western Times News

Gujarati News

મેક્સિકો બાદ હવે કેનેડાની સરહદથી યુએસમાં ઘૂસણખોરી કરનારા ભારતીયો વધ્યાં

નવી દિલ્હી, સામાન્ય રીતે ભારતીયો યુએસમાં ગેરકાયદે પ્રવેશવા મેક્સિકોની સરહદ પસંદ કરતાં હતા પણ હવે યુએસમાં ઘુસવા માટે કેનેડાની સરહદેથી ભારતીયોનો ધસારો વધ્યો હોવાનું વિવિધ અહેવાલો જણાવે છે.

મેક્સિકો અને અલ સાલ્વાડોરની સરહદે ચોંપ અને ખર્ચ વધતાં હવે ભારતીયો કેનેડાની સરહદથી યુએસમાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરતા હોવાનું જણાયું છે.

સામાન્ય રીતે યુએસમાં ગેરકાયદે પ્રવેશવા માંગતા ભારતીયો મેક્સિકો અથવા અલ સાલ્વાડોરમાંથી યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં હતા.પણ અલ સાલ્વાડોર દ્વારા ભારતીય પ્રવાસીઓ પર ૧૧૩૦ ડોલરની ફી ૨૦૨૩માં દાખલ કરવાંમાં આવતાં અહીંથી યુએસમાં ઘુસવાનો પ્રયાસ કરનારા ભારતીયોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

જો કે, બોલિવિયામાં હજી વીઝા ઓન એરાઇવલ મળતાં હોઇ અહીં પણ ઘણાં તકદીર અજમાવે છે. નવેમ્બર ૨૦૨૩ સુધી ઘણાં ભારતીયોએ નિકારાગુઆ અને અલ સાલ્વાડોરના વીઝા ફ્રી સ્ટેટસનો લાભ લીધો હતો.

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન દ્વારા ઉત્તર અમેરિકા એટલે કે કેનેડાની સરહદને ૧૩ સેક્ટરમાં વહેચી નાંખવામાં આવી છે. તેમાં પણ ન્યુ યોર્ક અને ન્યુ હેમ્પશાયરને આવરી લેતાં સ્વાન્ટોન સેક્ટરમાંથી ઘુસણખોરીનો પ્રયાસ કરતાં ભારતીયોની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાયું છે. જુન ૨૦૨૪ સુધીમાં આ સેક્ટરમાં ૨૭૧૫ ભારતીયો સરહદ પાર કરવાનો પ્રયાસ કરતાં જણાયા હતા.

જો કે, ફેબુÙઆરીથી નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન એરિઝોનામાં આવેલાં ટકસન સેક્ટરમાંથી ૫૫૯૮ ભારતીયો યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં જણાયા હતા. ભાષાની નજરે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા ભારતીયોના આંકડાઓ જોઇએ તો ૨૦૧૨થી ૨૦૨૪ સુધીમાં ઇમિગ્રેશન કોર્ટમાં બચાવ કરતાં ભારતીયોની બોલાતી ભાષાઓમાં પજાબી, હિન્દી અને ગુજરાતી મુખ્ય જણાઇ હતી.

પંજાબીઓના ૭૯,૬૫૬ કેસ, હિન્દીઓના ૩૯, ૬૧૬ કેસ અને ગુજરાતીઓના ૧૮,૬૩૯ કેસ આ કોર્ટમાં ચાલ્યા હતા. તેમાં એસાઇલમ મેળવવામાં સફળ થનારાઓમાં સૌથી વધુ ૭૩ ટકા પંજાબીઓ જણાયા હતા જ્યારે ગુજરાતીઓનો સફળતાનો દર ૫૩ ટકા જણાયો હતો. આશરે સવા સાત લાખ ભારતીયો યુએસમાં ૨૦૨૩માં ગેરકાયદે પ્રવેશ્યા હોવાનો અંદાજ છે.

ભારતીયો કરતાં આ યાદીમાં આગળ મેક્સિકો અને અલ સાલ્વાડોરનો ક્રમ છે જ્યારે ભારતીયોનો ક્રમ ત્રીજો હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. બીજી તરફ કાયદેસર વીઝા મેળવી યુએસમાં પ્રવેશ કરનારા ભારતીયોની સંખ્યામાં પણ મોટો વધારો થયો હોવાનું જણાયું છે. ૨૦૨૩માં ભારતમાં ૧૪ લાખ વીઝા પ્રોસેસ થયા હતા. યુએસ વીઝાની દર દસ અરજીઓમાં એક અરજી ભારતીયની હોય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.