Western Times News

Gujarati News

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ઉમરપાડામાં ૭, ઘોઘામાં ૬ ઈંચ

ગાંધીનગર, મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સાત ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ૭ ઈંચ, ભાવનગરના ઘોઘામાં છ ઈંચથી વધુ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ચાર ઈંચથી લઈને એકાદ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ૪૫ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ભાવનગરના ઘોઘામાં ગુરુવારે ધોધમાર છ ઈંચ વરસાદ વરસી ગયો છે. ઉપરાંત વલભીપુરમાં ચાર ઈંચ, પાલિતાણામાં ૩.૬૨ ઈંચ, ભાવનગરમાં ૩.૪૦ ઈંચ, સિહોરમાં ૩.૧૫ ઈંચ, મહુવામાં ૨.૦૫ ઈંચ, ઉમરાળામાં ૧.૯૩ ઈંચ, જેસરમાં ૧.૮૫ ઈંચ, તળાજામાં ૧.૫૪ ઈંચ, ગારિયાધારમાં ૧.૨૨ ઈંચ વરસાદ વરસ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં ઉનામાં ૪ ઈંચ, કોડીનારમાં ૨.૮૦ ઈંચ, ગીરગઢડામાં ૨.૩૬ ઈંચ, સુત્રાપાડામાં ૨.૨૪ ઈંચ, તાલાલા ગીરમાં ૧.૭૭ ઈંચ, પાટણ વેરાવળમાં ૧.૨૨ ઈંચ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિનામાં ૨.૦૫ ઈંચ, ભેંસાણમાં ૧.૩૦ ઈંચ, મેંદરડામાં ૧.૨૨ ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં જાફરાબાદમાં ૧.૯૭ ઈંચ, લિલિયામાં ૧.૫૦ ઈંચ, સાવરકુંડલામાં ૦.૯૮ ઈંચ વરસાદ નોંધાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલામાં ૧.૮૫ ઈંચ, ચુડામાં ૧.૭૩ ઈંચ, લીંબડીમાં ૧.૪૨ ઈંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં ૪૨ મીમી, ખેરાલુમાં ૨૦ મીમી, વડનગરમાં ૧૫ મીમી, સાબરકાંઠાના પ્રાંતિજમાં ૧૩ મીમી, અરવલ્લીના ભીલોડામાં દોઢ ઇંચ, પાટણ પંથકમાં ૧૭ મીમી વરસાદ વરસ્યો હતો. ચરોતરમાં નડિયાદ શહેરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

માતરમાં ૨૦ મીમી, ઠાસરમાં ૧૮ મીમી, ગળતેશ્વરમાં ૩૬ મીમી, આણંદના ખંભાતમાં ૨૬મીમી, તારાપુરમાં ૧૫ મીમી, પેટલાદમાં ૧૩ મીમી વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના છેવાડાના તાલુકા ઉમરપાડામાં બુધવારે મોડી રાતથી ગુરુવારની સવાર સુધીમાં સૌથી વધુ ૭ ઈંચ વરસાદ વરસ્યો હતો. નવસારીમાં ત્રણ ઇંચ અને ખેરગામમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

બીજી તરફ વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, નવસારી, ગણદેવી, બારડોલી અને તાપીના કુકરમુંડામાં દોઢથી ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉમરપાડામાં ભારે વરસાદના લીધે ભૂખી, વીરા અને મધુબન નદીમાં પાણીની મબલખ આવક થઇ હતી. આસપાસના ગામોને જોડાતા અનેક કોઝ-વે પર પાણી ફરી વળ્યા હતા. ચારણી ગામના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો.

મધ્ય ગુજરાતમાં બુધવારે ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. જેમાં વડોદરામાં અલગ અલગ સ્થળે ૫ અને કાલોલ પંથકમાં બે મહિલા સહિત કુલ ૭ વ્યક્તિનાં મોત થયા હતા. વડોદરામાં વાવાઝોડા દરમિયાન એક ચોવીસ વર્ષના યુવાનનું મોત નિપજ્યુ હતુ.

પાદરામાં કિરણસિંહ છત્રસિંહ રાઠોડ (ઉ. ૫૦) પર નીલગીરીનું ઝાડ પડતાં મોત નિપજ્યું હતું. પાદરાના ખત્રીપુરામાં વીજ કરંટથી યુવાનનું અને વડોદરાના કપૂરાઇ નજીક મૂળ સુરતના ૪૫ વર્ષના જગદીશ હીરપરાની કાર પર વિશાળ બોર્ડ પડતાં મોત નિપજ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.