અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન આયોજીત ઈન્ડસ્ટ્રીયલ એક્સ્પો 2020 નું કેન્દ્રીય મંત્રી ના હસ્તે ઉદ્દઘાટન
વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ના 300 થી વધુ સ્ટોલ નું નિરીક્ષણ કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા: સરકાર ઈન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી હોવાનું જણાવતા મનસુખભાઈ માંડવીયા.
ભરૂચ: અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન આયોજીત 10 માં ઈન્ડસ્ટ્રીયલ એક્સ્પો 2020 નું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ મેગા ઈન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન માં 300 થી વધુ ઈન્ડસ્ટ્રીયલ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ ડી.એ.આંનદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તારીખ 9 થી 11 જાન્યુઆરી દરમ્યાન અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા એક્સ્પો 2020 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેનું ઉદ્દઘાટન કેન્દ્રીય કેમિકલ,ફર્ટીલાઈઝર અને શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહીત ઔદ્યોગિક ક્ષેત્ર ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા એ ગુજરાત ના લોકો માં વેપાર અને સાહસ લોહી માં હોવાનું જણાવી સરકાર દ્વારા ઉદ્યોગો ની સમસ્યાઓ ના નિવારણ માટે સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી દેશના વિકાસ માટે ઉદ્યોગનો વિકાસ આવશ્યક હોવાનું કહી સરકાર ઈન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી હોવાનું જણાવ્યું હતું.તેઓ એ અંકલેશ્વર ના ઉદ્યોગપતિઓ ની સમસ્યા ના નિવારણ માટે રજૂઆત માટેની તૈયારી પણ દર્શાવી હતી.કેન્દ્રીય મંત્રી સહીત અન્ય મહાનુભાવો એ એક્સ્પો 2020 ની મુલાકાત લઈ તે અંગે ની માહિતી પણ મેળવી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
આશરે 1,20,000 સ્કવેર ફૂટ લેન્ડસ્કેપ એરિયા માં યોજાયેલ ત્રિદિવસીય એક્સ્પો 2020 માં ફાર્માસ્યુટીક્લ,કેમિકલ્સ,પેટ્ કેમિકલ્સ, પોલિમર્સ, એન્જીનીયરીંગ,ઈલેક્ટ્રીકલ એન્ડ ઈલોક્ટ્રોનિક વિગેરે ઉદ્યોગો ના નાના મોટા 300 થી પણ વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.આ પ્રસંગે એ.આઈ.એ ના પ્રેસીડેન્ટ મહેશ પટેલ,જનરલ સેક્રેટરી રમેશ ગાબાણી,એક્સ્પો ચેરમેન પ્રવિણ તરૈયા સહિત અન્ય હોદ્દેદારો અને ઔદ્યોગિક ક્ષેત્ર ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.