એમેઝોન તહેવારોની સિઝન દરમિયાન ગુજરાતમાં લોકલ શોપ સેલર્સની વૃદ્ધિને વેગ આપશે
- સેલર્સના વેપારની વૃદ્ધિને વેગ આપવા વિવિધ પ્રોડક્ટ કેટેગરીઝમાં સેલિંગ ફીમાં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત કરે છે
- એમેઝોન માર્કેટપ્લેસ પર સેલર્સના અનુભવ તથા કામગીરીને વધારવા માટે એમેઝોન પ્રોગ્રામ પર લોકલ શોપ્સ માટે નવા ફીચર્સ રજૂ કર્યા
- ગુજરાતની 61,000થી વધુ લોકલ શોપ્સ Amazon.in પર તેમની પ્રોડક્ટ્સનું વેચાણ કરી રહી છે
અમદાવાદ, 2024ની તહેવારોની સિઝનને ગુજરાતમાં સ્થાનિક વેચાણકર્તાઓ, આસપાસના સ્ટોર્સ અને કરિયાણાની દુકાનો માટે મોટી સફળતા બનાવવા માટે એમેઝોને વિવિધ પહેલ અને નવીનતાઓ રજૂ કરી છે. સેલર્સ (વેચાણકર્તાઓ) તેમની આવક વધારી શકે અને ગ્રાહકોને વધુ સારા ભાવ આપી શકે તે માટે તેમને મદદ કરવા માટે કંપનીએ ગ્રોસરી, ફેશન અને ઇલેક્ટ્રોનિક્સ જેવી કેટેગરીઝમાં સેલિંગ ફીમાં 3થી 12 ટકાનો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. Amazon is committed to boost the growth of Local Shops sellers in Gujarat, during the Festive Season.
આનાથી સેલર્સને દિવાળીની ખરીદીની ઘરાકી માટે તેમની કામગીરી સુધારવાની તક મળશે અને તેઓ તહેવારો પછી તેમના વેપારની વૃદ્ધિ ચાલુ રાખી શકશે. આ ઉપરાંત તેણે ઓનબોર્ડિંગ અનુભવ વધારવા માટે અને લોકલ શોપ્સ પ્રોગ્રામ દ્વારા સેલર્સ વિવિધ સ્થળોએ કામ કરી શકે તે માટે નવા વિવિધ ફીચર્સ રજૂ કર્યા છે. ગ્રાહકોને એમેઝોન મોબાઇલ એપ પર સ્ટોરફ્રન્ટ આધારિત વ્યૂ સાથે શોપિંગ અનુભવ વધારવા માટેની હવે એક્સેસ પણ મળશે.
આગામી તહેવારોની સિઝન એ ઇ-કોમર્સ દ્વારા પોતાનો ઓનલાઇન બિઝનેસ વધારવા માટે ગુજરાતમાં એસએમબી અને લોકલ શોપ્સ માટે મોટી તક છે જેમાં ગ્રાહકોના ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. આ વર્ષે રાજ્યના 61,000થી વધુ લોકલ શોપ્સ સેલર્સ સહિત 2 લાખથી વધુ સેલર્સ Amazon.in પર તેમન પ્રોડક્ટ્સનું લિસ્ટિંગ કરીને પ્રદર્શિત કરશે અને તે ભારતના 100 ટકા સર્વિસેબલ પિનકોડ્સમાં તેમના ગ્રાહકો સુધી પહોંચશે. ઘટાડેલી સેલિંગ ફી અને લોકલ શોપ્સ પ્રોગ્રામના નવા ફીચર્સનો લાભ લઈને સેલર્સ વધેલી માંગ, ટ્રાફિક અને સ્પેશિયલ ઓફર્સનો લાભ લઈ શકે છે અને તેમના વેચાણને વેગ આપીને નવા ગ્રાહકો સુધી પહોંચી શકે છે.
Amazon.in સેલર મોબાઇલ એપ (સેલર્સ માટે) પર ‘1-Click Local Shops Onboarding’ એ લોકલ શોપ્સ પ્રોગ્રામના નવા ફીચર્સ પૈકીનું એક છે. સેલર્સ હવે સિંગલ ક્લિક દ્વારા સેલર મોબાઇલ એપ દ્વારા પ્રોગ્રામ પર તેમનું એકાઉન્ટ શરૂ કરી શકે છે જેનાથી તેમના શહેરમાં જ ઝડપી ડિલિવરી શક્ય બની શકે છે. આ સુવિધા ભૂતકાળમાં પ્રોગ્રામમાંથી બહાર થયેલા અને હવે ફરીથી આ પ્રોગ્રામમાં જોડાવા માંગતા સેલર્સ માટે પણ ઉપલબ્ધ છે.
1-ક્લિક બટન હવે એપ પર Help > Local Shops હેઠળ ઉપલબ્ધ છે જેનાથી તેને શોધવું સરળ છે. આ ઉપરાંત એમેઝોન ઈન્ડિયા મલ્ટીપલ ઓફલાઇન સ્ટોર્સ ચલાવતા સેલર્સ માટેની કામગીરીઓ પણ સરળ બનાવી રહી છે. સેલર્સ હવે એમેઝોન પર સિંગલ એકાઉન્ટ સરળતાથી ઓપરેટ કરી શકે છે અને વિવિધ ઓફલાઇન લોકેશન્સથી તેમની પ્રોડક્ટ્સ મોકલી શકે છે. તેઓ અનન્ય પ્રાદેશિક પસંદગી પણ લિસ્ટ કરી શકે છે અને આ ઓર્ડર્સ કેવી રીતે અને ક્યાં આ ઓર્ડર મોકલે તે નક્કી કરી શકે છે.
એમેઝોન ઈન્ડિયાએ Amazon.in મોબાઇલ એપ પર (ગ્રાહકો માટે) સેલર સ્ટોરફ્રન્ટમાં વધારો કર્યો છે. Amazon.in પર તમામ સેલર્સ માટે ઉપલબ્ધ આ સુધારવામાં આવેલા સ્ટોરફ્રન્ટથી તેઓ તેમના સ્ટોરનું લોકેશન (સ્થાનિક વિસ્તાર અને શહેર) બતાવી શકે છે અને વધુ ટ્રાફિક મેળવવા માટે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા તમામ પ્લેટફોરમ્સ પર સોશિયલ શેરેબિલિટી બટન સાથે તેમના સ્ટોરફ્રન્ટની લિંક શેર કરી શકે છે.
ગ્રાહકો તેમના મિત્રો અને પરિવાર સાથે તેમની ફેવરિટ શોપ શેર કરી શકે છે જેનાથી તેમને એમેઝોન પર અનોખી સ્થાનિક પસંદગીઓ શોધવામાં મદદ મળે છે. સ્ટોરફ્રન્ટ દરેક ગ્રાહક માટે વિશિષ્ટ રીતે પસંદગી તૈયાર કરે છે અને તેમને દરેક સેલરની ઓફરિંગના આધાર પર જેવી Recommended, Latest Arrivals અને Best Sellers જેવી કેટેગરીઝમાં અલગ પાડે છે.
સેલર્સ Amazon.in પર તેમની ઓફલાઇન ઓળખને વ્યક્ત કરવા માટે તેમની શોપનું નામ, સ્થાનિક વિસ્તાર, શહેર અને બિઝનેસનો લોગો પણ કસ્ટમાઇઝ કરી શકે છે. સ્ટોરફ્રન્ટની તેમના ફિઝિકલ સ્ટોરમાં ક્યુઆર કોડ દર્શાવીને ઓફલાઇન પણ એક્સેસ કરી શકાય છે જે જ્યારે શોધવામાં આવે ત્યારે Amazon.in પર તેમના ઓનલાઇન સ્ટોરફ્રન્ટ પર સીધી જ લિંક કરે છે. ઓનલાઇન ચેનલ ઓફર કરવાથી સુનિશ્ચિત થાય છે કે ગ્રાહકો તેમની સગવડતા મુજબ સેલર પાસેથી ખરીદી કરવાનું ચાલુ રાખી શકે છે.
એમેઝોન ઈન્ડિયાના એમેઝોન પર લોકલ શોપ્સના હેડ અભિષેક જૈને જણાવ્યું હતું કે “ભારતમાં એમેઝોનના વિકાસને આગળ લઈ જવા માટે ગુજરાત એ મહત્વનું બજાર છે. અમે ઇ-કોમર્સના ફાયદાનો લાભ લેવામાં તેમને મદદ કરીને રાજ્યમાં લોકલ શોપ્સ, આસપાસના સ્ટોર્સ તથા કરિયાણાની દુકાનો સહિતની એસએમબીની વધી રહેલી ઇકોસિસ્ટમનને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
દર વર્ષે અમે તહેવારોના વેચાણમાં વધારો કરવા માટે અમારા સેલર્સને મદદરૂપ થવા વધુ સારી અને મોટી પ્રોડક્ટ લિસ્ટિંગ અને પસંદગીઓ દ્વારા નવી પહેલ તથા સોલ્યુશન લોન્ચ કરવાનું ચાલુ રાખ્યું છે. 1-ક્લિક ઓનબોર્ડિંગ, મલ્ટી-લોકેશન ફુલફિલમેન્ટ ક્ષમતાઓ અને સુધારેલા સેલર સ્ટોરફ્રન્ટ્સ જેવા નવા ફીચર્સ સાથે ઘટાડેલી સેલિંગ ફી અમારા સેલર્સના બિઝનેસ મોમેન્ટમને મજબૂત વેગ આપશે જે તહેવારોની સિઝન બાદ પણ ચાલુ રહેશે.”
સેલર્સને મદદરૂપ થવા માટે એમેઝોને અનેક નવા ટૂલ્સ અને ફીચર્સ પણ રજૂ કર્યા છે જેમ કે સેલર્સને મોટી સેલ ઇવેન્ટ્સને મેનેજ કરવા અને તેમાં કામ કરવામાં મદદ કરતું સેલ ઇવેન્ટ પ્લાનર, ઇમેજિંગ સર્વિસીઝ અને લિસ્ટિંગ આસિસ્ટન્ટ્સ જેવા એઆઈ-સંચાલિત ઇનોવેશન્સ. સેલ્ફ સર્વિસ રજિસ્ટ્રેશન (એસએસઆર 2.0) બહુભાષી સપોર્ટ અને સરળ રજિસ્ટ્રેશન તથા ઇનવોઇસિંગ પ્રોસેસ સાથે ઓનબોર્ડિંગ સરળ બનાવે છે.
આ ઉપરાંત, સેલ ઇવેન્ટ પ્લાનર સેલર્સને આકર્ષક ડીલ્સ બનાવવામાં મદદ કરે છે અને અસરકારક ઇન્વેન્ટ્રી પ્લાનિંગ માટે મહત્વપૂર્ણ આંતરદ્રષ્ટિ પૂરી પાડે છે. ન્યૂ સેલર સક્સેસ સેન્ટર ઓનલાઇન શોપ્સ ઊભી કરવા અને એડ્સ, પ્રાઇમ તથા ડીલ્સ જેવા ફીચર્સનો ઉપયોગ કરવા માટે વિસ્તૃત માર્ગદર્શન આપે છે. મલ્ટી-ચેનલ ફુલફિલમેન્ટ (એમસીએફ) એમેઝોનના ડિલિવરી નેટવર્કનો ઉપયોગ કરીને સેલર્સ માટે વધુ ગ્રાહકો સુધી પહોંચવાનું સરળ બનાવે છે.