અંબુજા ઇન્ડસ્ટ્રી ડિકાર્બોનાઇઝેશન માટેના જોડાણમાં જોડાનારી વિશ્વની પ્રથમ સિમેન્ટ કંપની બની
અમદાવાદ, 26 સપ્ટેમ્બર, 2024 – ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોનો ભાગ એવી અદાણી સિમેન્ટ્સ લિમિટેડ પેરિસ એગ્રીમેન્ટના સંલગ્નમાં નેટ ઝીરો ટ્રાન્ઝિશનને વેગ આપવા માટે સમગ્ર ઉદ્યોગોની કંપનીઓના વૈશ્વિક જોડાણ અલાયન્સ ફોર ઇન્ડસ્ટ્રી ડિકાર્બોનાઇઝેશન (એએફઆઈડી)માં જોડાઈ છે.
અંબુજા એ એએફઆઈડીનો ભાગ બનનારી વિશ્વની પ્રથમ સિમેન્ટ મેન્યુફેક્ચરર છે. એએફઆઈડી એ ઊર્જા-સંબંધિત ક્ષેત્રોમાં ખાનગી અને જાહેર હિસ્સેદારોમાં આંતરદ્રષ્ટિ તથા અનુભવોના આદાનપ્રદાન માટેનું વૈશ્વિક પ્લેટફોર્મ છે.
હાર્ડ-ટુ-અબેટ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી કંપનીનું લક્ષ્ય સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ્સ ઇનિશિયેટિવ (એસબીટીઆઈ) દ્વારા માન્ય કરાયેલા લક્ષ્યાંકો સાથે વર્ષ 2050 સુધીમાં નેટ ઝીરો હાંસલ કરવાનો છે.
તેની ગ્રીન એનર્જી પ્રતિબદ્ધતાના ભાગરૂપે કંપનીએ નાણાંકીય વર્ષ 2028 સુધીમાં ગ્રીન પાવર દ્વારા તેની વિસ્તારેલી ક્ષમતાની 60 ટકા વીજળી પૂરી પાડવા માટે વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ (ડબ્લ્યુએચઆરએસ)થી 376 મેગાવોટ અને 1 ગિગાવોટ ક્ષમતાના રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં રૂ. 100 અબજનું રોકાણ કરવાની યોજનાની જાહેરાત કરી છે.
આ પ્રતિષ્ઠિત લક્ષ્યાંક કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડશે અને આકર્ષક આર્થિક લાભો પૂરા પાડશે. અંબુજા સિમેન્ટ્સે નાણાંકીય વર્ષ 2024માં આઠ ગણી પ્લાસ્ટિક નેગેટિવ અને 11 ગણી વોટર-પોઝિટિવ બની છે તથા 8.6 મિલિયન ટનથી વધુના કચરામાંથી મેળવાયેલા સંસાધનોનો ઉપયોગ કર્યો છે.
“અંબુજા સિમેન્ટ્સની ટકાઉપણાની સફરમાં આ વધુ એક મહત્વનું પગલું છે. અમે વિશ્વભરમાં સૌથી ઓછા ઉત્સર્જનની ક્ષમતાવાળા સિમેન્ટ ઉત્પાદકોમાં સામેલ છીએ અને અમારી જીએચજી એમિશન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે અનેક વ્યૂહાત્મક પહેલ હાથ ધરી છે. અલાયન્સ ફોર ઇન્ડસ્ટ્રી ડિકાર્બોનાઇઝેશનની સભ્ય બનવાથી અલગ અલગ ઉદ્યોગોની વૈશ્વિક કંપનીઓના અનુભવોનો લાભ મળશે અને બદલામાં અમે ડિકાર્બોનાઇઝેશન માટેનો અમારો અનુભવ વહેંચી શકીશું”, એમ અંબુજા સિમેન્ટ્સના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું.
એએફઆઈડીનું લક્ષ્ય કંપનીઓને તેમના દેશની પ્રતિબદ્ધતા સાથે રહીને મજબૂત ડિકાર્બોનાઇઝેશન વ્યૂહરચનાઓ બનાવવામાં મદદ કરવા માટે સહકાર વધારવા અને ઉદ્યોગ સ્તરે ચર્ચાવિચારણા પૂરી પાડવાનો છે. ઇન્ટરનેશનલ રિન્યૂએબલ એનર્જી એજન્સી (આઈઆરઈએનએ) આ જોડાણની પ્રવૃત્તિઓનું સંકલન અને સંચાલન કરે છે.