ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૮ ટકાથી વધુ જળસંગ્રહ
રાજ્યના ૧૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા જ્યારે ૬૬ ડેમમાં ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે જળસંગ્રહ
ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના વધુ એટલે કે ૧૧૩ ડેમ સંપૂર્ણ-૧૦૦ ટકા, અને ૬૬ ડેમમાં ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે ૧૪ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા, ૦૮ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૦૫ ડેમમાં ૨૫ ટકાથી ઓછું પાણીનો સંગ્રહ થયું છે. આ ઉપરાંત ૧૫૮ ડેમને હાઈ એલર્ટ, ૧૨ ડેમ એલર્ટ, અને ૦૯ ડેમને વોર્નિંગ આપવામાં આવી છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૩૦,૩૨૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૯૮ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૫,૧૮,૧૦૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૯૨ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.