રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં ગોધરા BJP દ્વારા મૌન રેલી -ધરણા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) અમેરિકામાં કોંગ્રેસ નાં રાહુલ ગાંધી દ્વારા અનામત મામલે આપવામાં આવેલા અનામત વિરોધી નિવેદનમાં પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરનાં વિશ્વકર્મા ચોક થી હાથમાં બેનર લઈ, કાળી પટ્ટી ધારણ કરી,મૌન રેલી કાઢી હતી.
SC, ST, OBC અનામત રદ કરવાના રાહુલ ગાંધીના નાપાક ઇરાદાઓને ભાજપ કામયાબ નહી થવા દે તેમ કહી પંચમહાલ ભાજપ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ નો જબરદસ્ત વિરોધ કરવામા આવ્યો હતો.
જે મૌન રેલીમાં ગોધરા ખાતે જીઝ્ર મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ અશ્વિનભાઈ બેન્કર,પંચમહાલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,પંચમહાલ સાંસદ રાજપાલ સિંહ જાદવ,દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર,ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી,મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર,કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,જિલ્લા પંચાયત સાંસદ રેણુકા બેન ડાયરા સહિત ભાજપ નાં અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં મૌન રેલીમાં અને મૌન ધરણામાં જોડાયા હતા.
આ મૌન રેલી શહેરનાં વિશ્રામ ગૃહ ખાતે આવેલા ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની પ્રતિમા પાસે સમાપ્ત કરી હતી.ત્યારે ભાજપના નેતાઓ અને આગેવાનો દ્વારા ડો.બાબાસાહેબ ની પ્રતિમા ને ફૂલહાર અર્પણ કર્યા હતા.ત્યાર બાદ ગોધરા સર્કિટ હાઉસ ની બહાર બે કલાક માટે મૌન ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.