Western Times News

Gujarati News

આતંકીઓ શસ્ત્રો ત્યાગી વાતચીતની દિશા તરફ વળેઃ અમિત શાહ

જમ્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને શસ્ત્રોનો ત્યાગ કરીને સરકાર સાથે વાતચીત માટે આગળ આવવાની હાકલ કરી હતી.

જોકે આની સાથે જ તેમણે પુનરોચ્ચાર કર્યાે હતો કે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત અથવા સીમાપાર વેપાર થશે નહીં. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન અગાઉ અમિત શાહે ગુરુવારે વિધાનસભા વિસ્તારોમાં પાંચ રેલીઓને સંબોધિત કરી હતી અને કોંગ્રેસ, એનસી અને પીડીપી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ પક્ષો પર છેલ્લાં ત્રણ દાયકાથી વધુ સમયથી રક્ષણ આપવાનો આક્ષેપ કર્યાે હતો. આખરી તબક્કાની ચૂંટણી પહેલાં ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર વધુ આક્રમક હુમલા શરૂ કર્યા છે.

આગામી સપ્તાહે થનારા મતદાન પહેલાં તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે, કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીનું પરિવારવાદી શાસન આતંકવાદ માટે જવાબદાર છે અને ભાજપે તેને ખતમ કર્યાે છે.

હવે આતંકવાદને માથું ઊંચકવા નહીં દેવાય. શાહે ભાજપની સરકાર આવશે તો આતંકવાદમુક્ત જમ્મુ-કાશ્મીરનું વચન આપ્યું હતું. તેમણે આરોપ મૂક્યો હતો કે, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન સત્તા પર આવશે તો તે પાકિસ્તાનના એજન્ડાને લાગુ કરશે. વિશ્વની નજર જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પર છે, જેનું આયોજન કલમ ૩૭૦ની નાબૂદી પછી પહેલી વખત કરાયું છે.

ગૃહમંત્રી શાહનું ચોપર ખરાબ હવામાનને કારણે ચેનાનીમાં લેન્ડ થઈ શક્યું ન હતું. એટલે તેમની જાહેરસભામાં થોડા કલાકોનો વિલંબ થયો હતો. તે ઉધમપુર ઉતરી સડક માર્ગથી ચેનાની ગયા હતા. શાહે જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં ‘દિલ્હી અને ગુજરાત જેવા માર્ગ’ તૈયાર કરવા બદલ મોદી સરકારની પ્રશંસા કરી હતી.

તેમણે ઉધમપુર પરત ફરી બીજી જાહેરસભાને પણ સંબોધી હતી. શાહે પ્રશ્ન કર્યાે હતો કે, “હું તમને પૂછવા માંગું છું કે, અફઝલ ગુરુને ફાંસી થવી જોઇતી હતી કે નહીં? નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ હવે કહી રહ્યા છે કે તેને ફાંસી કરવા જેવી ન હતી.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.