એલ્વિશ યાદવ અને ફાઝિલપુરિયા સામે ઈડીની મોટી કાર્યવાહી
મુંબઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ યુટ્યુબર એલ્વિશ યાદવ અને ગાયક ફાઝિલપુરિયા સામે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયાની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સીએ યુપી-હરિયાણામાં આ પ્રોપર્ટી જપ્ત કરી છે.
ઈડી પહેલાથી જ એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયાના નિવેદનો રેકોર્ડ કરી ચૂકી છે અને બંનેની લાંબા સમય સુધી પૂછપરછ પણ કરી ચૂકી છે. , , ઉલ્લેખનીય છે કે, પાર્ટીઓમાં મનોરંજન માટે સાપના ઝેરના શંકાસ્પદ ઉપયોગની તપાસના સંદર્ભમાં નોઇડા પોલીસે ૧૭ માર્ચે એલ્વિશ યાદવની ધરપકડ કરી હતી. તેના દ્વારા આયોજિત પાર્ટીઓમાં સાપના ઝેરનો ઉપયોગ થતો હોવાના અહેવાલ છે.
વિવાદાસ્પદ યુ ટ્યુબર અને રિયાલિટી શો બિગ બોસ ઓટીટી ૨ વિજેતા એલ્વિશ યાદવ પર નોઇડા પોલીસે નાર્કાેટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અને ઇન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
ગત વર્ષે ૩ નવેમ્બરે નોઈડાના સેક્ટર ૪૯ પોલીસ સ્ટેશનમાં પ્રાણી અધિકાર એનજીઓ પીપલ ફોર એનિમલ્સની ફરિયાદ પર દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં એલ્વિશ યાદવ એ છ લોકોમાં સામેલ હતો જેમની સામે ગુનો નોંધાયો હતો.
નવેમ્બરમાં અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં સ્થાનિક અદાલત દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા., , ગયા વર્ષે ૩ નવેમ્બરના રોજ, નોઇડાના બેન્ક્વેટ હોલમાંથી ધરપકડ કરાયેલા ૫ સાપ લોકોના કબજામાંથી ૫ કોબ્રા સહિત ૯ સાપ મળી આવ્યા હતા, જ્યારે ૨૦ મિલી શંકાસ્પદ સાપનું ઝેર પણ જપ્ત કરવામાં આવ્યું હતું.
જોકે, પોલીસે કહ્યું હતું કે એલ્વિશ યાદવ બેન્ક્વેટ હોલમાં હાજર ન હતો અને તેઓ આ કેસમાં તેની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે, જેમાં કથિત રીતે મનોરંજન માટે સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.SS1MS