Western Times News

Gujarati News

સંચાર-ક્રાંતિ, માહિતી ટેક્નોલોજી અને નવીનતાની ભાષા તરીકે હિન્દી નવી દિશાઓ રચી રહી છે- કૃષ્ણ કુમાર યાદવ

હિન્દી ના વિકાસમાં પોસ્ટ વિભાગની મહત્વપૂર્ણ ભૂમિકા – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ હિન્દી પખવાડા દરમિયાન યોજાયેલી સ્પર્ધાના વિજેતાઓને અમદાવાદમાં કર્યા સન્માનિત

હિન્દી એ એક એવી ભાષા છે, જેના દ્વારા સમાજનો  દરેક વર્ગ સરળતાથી પોતાની ભાવનાઓ અને વિચારોને એકબીજાની પાસે પહોંચાડી શકે છે. હિન્દીના વિકાસ માં પોસ્ટ વિભાગની મહત્વપૂર્ણ ભૂમિકા છે, જેમાં પત્રોએ સારી રીતે યોગદાન આપ્યું છે. જે રીતેપોસ્ટ વિભાગ દેશભરના લોકોને જોડવાનું કાર્ય કરે છે, તે જ રીતે હિન્દી પણ સંવાદના વાહક તરીકે 140 કરોડ લોકોને જોડવાનું કાર્ય કરે છે.

રાજભાષા તરીકે હિન્દી આ અમૃત કાળમાં સંચાર-ક્રાંતિ, માહિતી ટેક્નોલોજી અને નવીનતા માટે નવી દિશાઓ રચી રહી છે. આ વિચારો  ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 27 સપ્ટેમ્બરએ પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત હિન્દી પખવાડા સન્માન સમારોહની અધ્યક્ષતા કરતાં વ્યક્ત કર્યા. આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલએ હિન્દી પખવાડા દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓના 32 વિજેતાઓને સન્માનિત કર્યા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, લોકભાષા અને જનભાષા તરીકે હિન્દી ભારતીય સમાજના મોટા હિસ્સાનું પ્રતિનિધિત્વ હજારો વર્ષોથી કરી રહી છે. 75 વર્ષ પહેલા ભારતની સંવિધાન સભાએ પરંપરા, સંસ્કૃતિ, સભ્યતા અને સ્વતંત્રતાના ભાવની વાહક હિન્દીને સંઘની રાજભાષા તરીકે માન્યતા આપી હતી. હિન્દી આજે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ પોતાની ઓળખ બનાવી રહી છે.

વૈશ્વિક સ્તરે હિન્દી બોલનાર અને સમજનારની સંખ્યા 1 અબજ 40 કરોડ છે. આ આધાર પર જોવામાં આવે તો 2030 સુધીમાં દુનિયાનો દરેક પાંચમો વ્યકિત હિન્દી બોલતો હશે. આજે અમૃત કાળમાં આ બાબતની જરૂર છે કે તેના પ્રચાર અને વિકાસ માટે, આપણે તેને સરકારી કાર્યક્રમોમાં તેમજ આપણી દિનચર્યામાં સામેલ કરીએ અને આવનારી પેઢીને પણ આ તરફ પ્રેરિત કરીએ.

ડાક સેવા નિર્દેશક સુશ્રી મીતા કે. શાહે જણાવ્યું કે, પોસ્ટ વિભાગ દ્વારા હિન્દી પખવાડા દરમિયાન હિન્દી નિબંધ લેખન, હિન્દી કાવ્ય પઠન, હિન્દી વ્યાકરણ, હિન્દી પ્રશ્નોત્તરી, હિન્દીથી અંગ્રેજી અને અંગ્રેજીથી હિન્દી અનુવાદ, હિન્દી અંતાક્ષરી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને હિન્દી પખવાડાને સફળ બનાવવામાં યોગદાન આપ્યું.

હિન્દી પખવાડા દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમોના વિજેતાઓને પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા સન્માનિત કરાયા. હિન્દી નિબંધ લેખન સ્પર્ધામાં હાર્દિક કુમાર સાલવી,સિદ્ધાર્થ રાવલ, રાકેશ કુમાર જ્યોતિશી, હિન્દી કાવ્ય પઠન સ્પર્ધામાં સૌરભ કુમાવત, મનીષા બગાની, હાર્દિક કુમાર સાલવી, હિન્દી પ્રશ્નોત્તરી સ્પર્ધામાં રઘુવીર સિંહ રાજપુરોહિત, સિદ્ધાર્થ રાવલ, કનૈયાલાલ શર્માને શ્રેણીવાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કારથી સન્માનિત કર્યા.

તે જ અનુસંધાને હિન્દી વ્યાકરણ સ્પર્ધામાં રઘુવીર સિંહ રાજપુરોહિતને પ્રથમ, યોગેશ અગ્રવાલને દ્વિતીય, સાચિન પટેલ, નિર્મલ કુમાર, મૌલિક દવે, નેહલ પટેલને તૃતીય પુરસ્કાર આપવામાં આવ્યો. હિન્દીથી અંગ્રેજી અને અંગ્રેજીથી હિન્દી અનુવાદ સ્પર્ધામાં કનિકા અગ્રવાલને પ્રથમ, મૌલિક દેસાઈને દ્વિતીય, યોગેશ અગ્રવાલ, હાર્દિક કુમાર સાલવી, સાચિન પટેલને તૃતીય પુરસ્કાર આપવામાં આવ્યો. હિન્દી અંતાક્ષરી સ્પર્ધામાં શ્રેયસ પટેલ, મૌલિક ડાભી, નિશા પટેલ, મનીષા બગાની ને પ્રથમ, દર્શન ભરવાડ, યોગેશ પંચોલી, ચિરાયુ વ્યાસ, નિર્મલ કુમારને દ્વિતીય, કનૈયાલાલ શર્મા, રાજેશ કુમાર, દિનેશ પ્રજાપતિ, કનિકા અગ્રવાલને તૃતીય પુરસ્કાર આપવામાં આવ્યો.

કાર્યક્રમનું સંચાલન શ્રી સૌરભ કુમાવત, સ્વાગત ભાષણ સહાયક નિર્દેશક સુશ્રી એમ. એ. પટેલ અને આભાર વિધિ સહાયક નિર્દેશક (રાજભાષા) શ્રી એમ. એમ. શેખે કર્યું.

કાર્યક્રમમાં નિર્દેશક ડાક સેવા સુશ્રી મીતા કે. શાહ, સહાયક નિર્દેશક શ્રી રિતુલ ગાંધી, લેખાધિકારી શ્રી પંકજ સ્નેહી, સહાયક અધ્યક્ષ શ્રી જિમેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી આર. ટી. પરમાર, શ્રી રોનક શાહ, ડાક નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી યોગેન્દ્ર રાઠોડઅને અન્ય ઘણા અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.